Site icon News Continuous Bureau | Mumbai

Broccoli salad : સુપરફૂડ તરીકે ઓળખાતી બ્રોકલીનું બનાવો સલાડ..

Broccoli salad : કોબી જેવી દેખાતી બ્રોકોલી કોઈ સુપરફૂડથી ઓછી નથી, કારણ કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. બ્રોકોલી એ પ્રોટીનનો ખજાનો છે, જે શાકાહારીઓ માટે સારો વિકલ્પ છે. આ સિવાય તેમાં વિટામિન A, C, ફાઈબર, ઝિંક, આયર્ન, સેલેનિયમ, પોલિફેનોલ, કેલ્શિયમ જેવા તત્વો પણ હાજર હોય છે, જે આપણા શરીરના ઘણા કાર્યોને યોગ્ય રીતે ચલાવવા માટે જરૂરી છે.

Broccoli salad Try This Broccoli Salad Recipe For Better Health

Broccoli salad Try This Broccoli Salad Recipe For Better Health

News Continuous Bureau | Mumbai

Broccoli salad : મહામારી કોરોના કાળથી હેલ્ધી ફૂડ ( healthy food ) નો ટ્રેન્ડ વધુ વધ્યો છે. બ્રોકોલી ( broccoli ) એક સુપરફૂડ છે જેને તમારે તમારા આહારમાં સામેલ કરવું જોઈએ. બ્રોકોલી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન સી, કોપર અને ઝિંક પણ હોય છે. શાકાહારીઓ માટે તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર, બ્રોકોલી એ શિયાળા ( winter season ) નો સુપરફૂડ  ( superfood ) છે. તેથી, તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો. ચાલો જાણીએ કેવી રીતે બનાવવું ફ્રેશ બ્રોકોલી સલાડ

Join Our WhatsApp Channel

ફ્રેશ બ્રોકોલી સલાડ માટે સામગ્રી

બ્રોકોલી (નાના ટુકડા કરો): 2 કપ

ટામેટા (સમારેલા): 1/2 કપ

કાકડી (ઝીણી સમારેલી): 1/2 કપ

ડુંગળી (ઝીણી સમારેલી): 1/4 કપ

કોથમીર (ઝીણી સમારેલી): 2 ચમચી

લીંબુનો રસ: 2 ચમચી

મીઠું અને મરી: સ્વાદ મુજબ

ફ્રેશ બ્રોકોલી સલાડ માટે રેસીપી

એક મોટા બાઉલમાં બ્રોકોલી, ટામેટાં, કાકડી, ડુંગળી અને કોથમીર બધું એક સાથે ઉમેરો. બાદમાં તેમાં લીંબુનો રસ, મીઠું અને કાળા મરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. રિફ્રેશિંગ બ્રોકોલી સલાડ તૈયાર છે, તેને સર્વ કરો અને માણો!

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : રામ લલ્લાના અભિષેક પહેલા અયોધ્યા શહેરને ફૂલોથી શણગારવામાં આવ્યું.. જુઓ વિડીયો

Soft Delicious Dahi Vada Recipe ઘરે જ બનાવો બજાર જેવા પોચા અને જાળીદાર દહીં વડા, નોંધી લો સરળ રીત
Lauki Halwa દૂધી જોઈને મોઢું બગાડનારા પણ વાટકી ચાટી જશે! ઘરે બનાવો હલવાઈ જેવો દાણેદાર દૂધીનો હલવો, નોંધી લો સરળ રેસિપી
Navratri Farali Pattice Recipe વ્રતમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? નવરાત્રિમાં બનાવો ક્રન્ચી ફરાળી પેટીસ આ ૧ સિક્રેટ ટિપથી બહાર જેવો ક્રિસ્પી બનશે નાસ્તો!
Recipe of Bharela Bhinda Nu Shaak સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવાની સરળ રીત કાઠિયાવાડી મસાલા સાથે ઘરે જ બનાવો ટેસ્ટી શાક
Exit mobile version