Site icon

ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે (Supreme court) રાજીવ ગાંધી હત્યા કેસ(Rajiv Gandhi Murder case)માં આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમાં નલિની અને રવિચંદ્રનનો સમાવેશ થાય છે. આ તમામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.

Join Our WhatsApp Community

તમામ 6 દોષિતો(Convicts)ને મુક્ત કરવાનો આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો આ તમામ દોષિતો સામે અન્ય કોઈ કેસ નથી તો તેમને મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, રાજ્યપાલે(Governor) લાંબા સમયથી આ મામલે કોઈ પગલું ભર્યું નથી, તેથી અમે પગલાં લઈ રહ્યા છીએ.

મહત્વનું છે કે જસ્ટિસ બીઆર ગવઈ(Justice BR Gawai) અને જસ્ટિસ બીવી નાગરથના(Justice B V Nagarathna) ની બેન્ચે આ કેસની સુનાવણી કરતા મે મહિનામાં મુક્ત થયેલા અન્ય દોષિત એજી પેરારીવલનના કેસને ધ્યાનમાં લઈને આ આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની એસી લોકલ ટ્રેનમાં મફતિયા પ્રવાસીઓ નો રાફડો ફાટ્યો, બે-પાંચ નહીં આટલા હજાર લોકો મફતમાં પ્રવાસ કરતા પકડાયા. 

જણાવી દઈએ કે આ કેસમાં ગત 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 21 મે, 1991ના રોજ તમિલનાડુ(Tamil Nadu) માં એક ચૂંટણી રેલીમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી(Former Prime Minister Rajiv Gandhi)) ની હત્યા કરવામાં આવી હતી. હુમલા(Attack) માં પૂર્વ વડાપ્રધાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાની તપાસ બાદ સાત લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. એક પ્રતિવાદી, પેરારીવલનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, અને ત્યારબાદ તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ગત 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે પેરારીવલનને જેલમાં તેના સારા વર્તનને કારણે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ જજ એલ નાગેશ્વરે કલમ 142નો ઉપયોગ કરીને આપ્યો હતો .

આ સમાચાર પણ વાંચો: કામના સમાચાર : બેંક લોકર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર, RBI એ કહ્યું- વસ્તુ રાખતા પહેલા જાણી લો આ નિયમો…

US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Quetta: પાકિસ્તાનના ક્વેટામાં સૈન્ય ઠેકાણા પર આત્મઘાતી હુમલો, પછી ગોળીબાર, ૧૦ મૃત – આટલા થયા ઘાયલ
Hamas: ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા ડીલ પર હમાસની પ્રતિક્રિયા આવી સામે, જાણો વાટાઘાટકારોએ શું કહ્યું
Abhishek Sharma: એશિયા કપ જીત બાદ અભિષેક શર્મા-શુભમન ગિલ એ આ રીતે કરી ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Exit mobile version