Site icon

૮મી ડિસેમ્બરે કોઈપણ રાજકીય પક્ષને બહુમતિ નહીં, જ્યોતિષોની દ્રષ્ટિએ એક્ઝીટ પોલ ખોટા પડશે. .

દર વખતે ભાજપની તરફેણમાં પરિણામો આવવાનો વરતારો હોય ત્યારે શેરબજાર વધતુ હોય છે. કદાચ પ્રથમ વખત એવુ બન્યુ છે કે, ભાજપને સ્પષ્ટ અને જંગી બહુમતિ મળશે તેવા તારણો નિકળ્યા હોવા છત્તા શેરબજાર વધવાને બદલે તૂટ્યુ છે.

BJP AAP Congress

૮મી ડિસેમ્બરે કોઈપણ રાજકીય પક્ષને બહુમતિ નહીં, જ્યોતિષોની દ્રષ્ટિએ એક્ઝિટ પોલ ખોટા પડશે. .

News Continuous Bureau | Mumbai

Exit Poll: બીજા તબક્કાની ચૂંટણી બાદ ગઈ મોડી સાંજે જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલમાં એવુ તારણ નિકળ્યુ છે કે, ભાજપ સતત ૭મી વખત ગુજરાતમાં સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ રહ્યાં છે.

Join Our WhatsApp Community

આ વરતારા વચ્ચે હવે જ્યોતિષિઓ પણ મેદાનમાં આવી ગયા છે. મતદાનના દિવસોની કુંડળીઓને જાઈને તેઓએ એવો વર્તારો આપ્યો છે કે, ૮મીએ જાહેર થનારા પરિણામમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી શકશે નહી,ત્રીશંકુ ધારાસભાની શક્યાતઓ પણ છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ એક્ઝિટ પોલ મુજબના પરિણામો નહી આવી રહ્યાં હોવાનુ જાણ્યા બાદ ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. તેઓએ હવે અન્ય ટોચના જ્યોતિષિઓ પાસે પરિણામ શું હોઈ શકે તેનો વરતારો કાઢવાનુ શરૂ કર્યુ છે.

૧લી ડીસેમ્બરની સવારની કુંડળી જોતા એવો વરતારો કરાયો છે કે, કોઈપણ રાજકીય પક્ષ માટે તેમણે ધારેલાપરિણામો નહી આવે. હંગ એસેમ્બલીની પૂરી શક્યાતાઓ છે. કેમકે લગ્નને મંગળ વક્રી, સાતમાંને લાભેશ અસ્તના ( શુક્ર-બુધ ) ઘર ફૂટે ઘર જાય, છટ્‌ઠાનો માલીક સાતમે, શનિ સ્વગ્રહી ગુરૂ પર દ્રષ્ટી લગ્નેશ, મહત્વની ભૂમિકા રહે છે. જ્યારે ૫મીના દિવસની કુંડળી મુજબ, ભાગ્યેશ ચંદ્ર પણ ભાગ ભજવે. બીજા કુટંબ સ્થાનના માલીક ગુરૂ પર શનીની દ્રષ્ટી. ફરક ચંદ્રનો છે.

આમ ૧ અને ૫ ડીસેમ્બરના દિવસની કુંડળી જાતા રાહુ પણ મહત્વનો ભાગ ભજવશે. જ્યોતિષિઓએ એવુ તારણ કાઢ્યુ છે કે, સેનાપતિ વક્રી મંગળની દ્રષ્ટી,સુર્ય,શુક્ર ઉપર ચોથી કર્મ ઉપર આ દિવસના પરિણામ આશ્ચર્યજનક જાવા મળશે. શનીની ગુરૂ પરની દ્રષ્ટીથી પરિણામ રસપ્રદ બનશે.

મોટાભાગના એક્ઝિટ પોલના વરતારા મુજબ ગુજરાતમાં ભાજપ ફરીથી સત્તાના સૂત્રો સંભાળશે. જેને લઈને ગઈકાલથી જ શેરબજારના સટ્ટોડીયાઓ ગેલમાં હતા. શેરબજાર ૫૦૦કે ૭૦૦ પોઈન્ટ ઉપર ખુલશે એવી ગણતરી મુકાતી હતી. દર વખતે ભાજપની તરફેણમાં પરિણામો આવવાનો વરતારો હોય ત્યારે શેરબજાર વધતુ હોય છે. કદાચ પ્રથમ વખત એવુ બન્યુ છે કે, ભાજપને સ્પષ્ટ અને જંગી બહુમતિ મળશે તેવા તારણો નિકળ્યા હોવા છત્તા શેરબજાર વધવાને બદલે આજે તૂટ્યુ છે. સવારે બજારમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. અનેક Âસ્ક્રપ્ટના ભાવોમા ઘટાડો નોંધાયો છે. જેને લઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે,૮મીએ જાહેર થનારા પરિણામો એક્ઝિટ પોલના તારણો કરતા જૂદા આવી શકે છે.

Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં આ રાશિઓ નું ચમકી ઉઠશે નસીબ, દૂર થશે નાણાંની તંગી
Bonus For Losing Weight:વજન ઘટાડવા પર લાખો નું બોનસ તો વજન વધવા પર દંડ, આ દેશની કંપની એ જાહેર કરી અનોખી યોજના
Exit mobile version