News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે (Supreme Court) બળજબરીથી ધર્માંતરણ (Forced conversion) પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી કરી અને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. દરેકને ધર્મ (religion) પસંદ કરવાનો અધિકાર છે પરંતુ બળજબરીથી ધર્મ પરિવર્તન કરીને નહીં. આ ખૂબ જ ખતરનાક છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 28 નવેમ્બરે કરશે.
કોર્ટે કહ્યું કે સોલિસિટર જનરલ (Solicitor General) (SG) તુષાર મહેતાએ આ મામલે સરકારનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ. અમે તેમને આ અંગે સાંભળીશું. કોર્ટે કહ્યું કે આ દેશની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. જો કોઈ સ્વેચ્છાએ ધર્માંતરણ કરે છે તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો તે અન્ય કોઈ રીતે ધર્માંતરણ કરે છે તો કેન્દ્ર સરકારે (Central Govt) આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. તેના પર એસજીએ કહ્યું કે 22 નવેમ્બર સુધીમાં અમે આ અંગે જવાબ દાખલ કરીશું. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જે લોકોને આનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે, તેઓને ખુદને ખબર નથી કે મદદના નામે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો: સારા સમાચાર… તો દેશમાં 75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ, આ નિર્ણય મામલે કેન્દ્ર સરકારે કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો?
ઉલ્લેખનીય છે કે અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને બળજબરીથી અથવા છેતરપિંડીથી થતા ધર્માંતરણને રોકવા માટે કડક પગલા ભરવા માટે કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. આ કેસમાં અરજી દાખલ કરનાર એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે (Ashwini Upadhyay) કહ્યું કે ધર્મ પરિવર્તનના આવા કિસ્સાઓને રોકવા માટે એક અલગ કાયદો બનાવવો જોઈએ નહીંતર આ અપરાધને ભારતીય દંડ સંહિતામાં સામેલ કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દો કોઈ એક સ્થળ સાથે સંબંધિત નથી, પરંતુ આ સમગ્ર દેશની સમસ્યા છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.