News Continuous Bureau | Mumbai
PM Modi Friedrich Merz Meeting જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ (Friedrich Merz) આજે અમદાવાદ પહોંચ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ સવારે સાડા નવ વાગ્યે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના 25 વર્ષ જૂના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પતંગ મહોત્સવ અને દ્વિપક્ષીય વાર્તા
સાબરમતી આશ્રમ બાદ બંને નેતાઓ રિવરફ્રન્ટ પર આયોજિત ‘ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ’ (International Kite Festival) નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય મંત્રણા યોજાશે. આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. ચાન્સેલર મર્ઝની સાથે 25 મોટી જર્મન કંપનીઓના CEO પણ ભારત આવ્યા છે.
8 અબજ ડોલરની સબમરીન ડીલ પર નજર
આ પ્રવાસનો સૌથી મોટો મુદ્દો સંરક્ષણ સોદો છે. ભારત સરકારના ‘પ્રોજેક્ટ-75I’ હેઠળ 8 અબજ ડોલરના ખર્ચે 6 અત્યાધુનિક સ્ટેલ્થ સબમરીન (Submarines) બનાવવા માટે જર્મની સાથે અંતિમ મહોર લાગી શકે છે. જર્મનીની કંપની TKMS અને ભારતની MDL વચ્ચે આ માટે સમજૂતી થઈ છે. આ ડીલથી ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) અભિયાનને મોટી તાકાત મળશે અને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.
આ સમાચાર પણ વાંચો : Rapper Flipperachi Announced India Tour: ‘ધુરંધર’ ના ‘FA9LA’ ગીતથી ધૂમ મચાવનાર રેપર ફ્લિપરાચી આવશે ભારત, જાણો કયા શહેરમાં યોજાશે તેમનો પહેલો લાઈવ શો
ગ્રીન એનર્જી અને વેપારના નવા સમીકરણો
સંરક્ષણ સિવાય ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ મોટી ડીલ થવાની શક્યતા છે. જર્મની ભારત પાસેથી ‘ગ્રીન એમોનિયા’ (Green Ammonia) ખરીદવા માટે ઉત્સુક છે. ભારતનો ગ્રીનકો ગ્રુપ દર વર્ષે 2.5 લાખ મેટ્રિક ટન ગ્રીન એમોનિયા જર્મનીને સપ્લાય કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જર્મની ભારત માટે યુરોપિયન યુનિયન (EU) માં સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 51 અબજ ડોલરથી વધુનો છે.
