Site icon News Continuous Bureau | Mumbai

ભારતને મહાસત્તા બનાવવી છે તો પછી એક-બે નહીં 10000 અંબાણી- 20000 અદાણીની જરૂર પડશે- જાણો ઉચ્ચ પદ પર આસીન એવા આ વ્યક્તિનો મત

News Continuous Bureau | Mumbai

નીતિ આયોગના ભૂતપૂર્વ CEO (Former CEO of Niti Aayog)  અમિતાભ કાંતે (Amitabh Kant) ભારતીય ઉદ્યોગપતિઓને (Indian industrialists) સંબોધિત કરતા એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશને એક નહીં પરંતુ 10,000 અંબાણી અને 20,000 અદાણીઓની જરૂર છે. જો આવું થશે તો જ ભારત દેશ એક મહાસત્તા બની શકશે. 

Join Our WhatsApp Channel

G-20 દેશના પ્રમુખ બનવાનું સન્માન ભારતને મળ્યું છે. તે પ્રસંગે આયોજિત બેઠકમાં ભારતીય ઉદ્યોગપતિઓ સાથે વાત કરતાં કાંતે આ વાત કરી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને (private sector) વધુ છૂટ આપવી જોઈએ અને તેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે, 20 દેશોની આ કોન્ફરન્સ માત્ર દેશોની કોન્ફરન્સ નથી પરંતુ ઔદ્યોગિક વિકાસ (Industrial development) અને વેપાર વૃદ્ધિ માટે પણ એક મોટી તક છે. ભારતે પોતાના વિકાસ માટે આ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. દેશમાં ખાનગી ઉદ્યોગોના વિકાસ વિના દેશનો વિકાસ નહીં થાય. આગામી 3 થી 4 દાયકામાં દેશનો વિકાસ દર 9 થી 10 ટકા પર રાખવો જોઈએ અને આ તક ફરીથી નહીં મળે. તેથી અનેક પડકારોનો સામનો કરીને વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો-  2000 રૂપિયાની નોટનું શું થયું- અચાનક  ક્યાં ગાયબ થઈ ગઈ- શું છે કારણ- આરટીઆઇમાં થયા અનેક ખુલાસા

 

Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Supreme Court Notice to Rebel Shiv Sena UBT MPs મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો વળાંક, બાગી સાંસદોની મુશ્કેલી વધી, બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
Supreme Court Parliament March Lathicharge જંતરમંતર પ્રદર્શન લાઠીચાર્જ કેસમાં કોર્ટનો હસ્તક્ષેપથી સ્પષ્ટ ઈનકાર, જાણો અદાલતે શું આપી દલીલ
Rahul Gandhi NEET Controversy Protest રાહુલ ગાંધીના પ્રદર્શન વચ્ચે સરકારનું સ્પષ્ટીકરણ, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર, પણ રાજીનામુ
Exit mobile version