Site icon News Continuous Bureau | Mumbai

India US Trade Deal 2026: રશિયા સાથેની જૂની મિત્રતા અને અમેરિકા સાથે નવી ‘ડીલ’: શું ભારત ખરેખર રશિયન તેલ બંધ કરશે? જાણો શું છે અસલી ગણિત

ટ્રમ્પે ટેરિફ 50% થી ઘટાડી 18% કર્યો પણ બદલામાં રશિયન તેલ પર પ્રતિબંધની શરત મૂકી; સંકટના સાથી રશિયા અને વ્યાપારી ભાગીદાર અમેરિકા વચ્ચે ભારતની અગ્નિપરીક્ષા.

India US Trade Deal 2026 રશિયા સાથેની જૂની મિત્રતા અને અમેરિકા સાથે નવી ‘ડીલ

India US Trade Deal 2026 રશિયા સાથેની જૂની મિત્રતા અને અમેરિકા સાથે નવી ‘ડીલ

News Continuous Bureau | Mumbai
India US Trade Deal 2026 ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે અને બદલામાં અમેરિકા ભારત પર લાદવામાં આવેલો કુલ 50% ટેરિફ ઘટાડીને 18% કરશે. આ સમાચાર બાદ ભારતની વિદેશ નીતિ અને રશિયા સાથેના સંબંધોને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

રશિયા: ભારતનો સંકટ સમયનો સાથી

ભારત અને રશિયાની મિત્રતા દાયકાઓ જૂની છે. 1971 ના યુદ્ધમાં જ્યારે અમેરિકાએ પાકિસ્તાનની મદદ માટે પોતાનું સૈન્ય મોકલ્યું હતું, ત્યારે રશિયા જ ભારતની વહારે આવ્યું હતું. રશિયા ભારતનો સૌથી મોટો સંરક્ષણ ભાગીદાર પણ છે. વર્ષ 2022 માં યુક્રેન યુદ્ધ બાદ જ્યારે પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો મૂક્યા, ત્યારે રશિયાએ ભારતને સસ્તા દરે તેલ આપીને અર્થતંત્રને મોટી રાહત આપી હતી. ભારત પોતાની જરૂરિયાતનું 35% તેલ રશિયા પાસેથી જ મંગાવતું હતું.

Join Our WhatsApp Channel

અમેરિકા સાથે ટ્રેડ ડીલ કેમ છે જરૂરી?

બીજી તરફ, અમેરિકા ભારત માટે નિકાસનું સૌથી મોટું બજાર છે. જો અમેરિકા ટેરિફમાં ઘટાડો ન કરે તો ભારતની નિકાસમાં 30 અબજ ડોલરનો ઘટાડો થવાની ભીતિ હતી, જેની સીધી અસર દેશની રોજગારી પર પડી શકે તેમ હતી. અમેરિકા સાથેનો ટેરિફ 50% થી ઘટીને 18% થવો એ ભારતીય નિકાસકારો માટે ‘સંજીવની’ સમાન છે. આથી, સમયની જરૂરિયાત મુજબ ભારતે અમેરિકા સાથે આ સમજૂતી કરવી પડી છે.

આ સમાચાર પણ વાંચો : India-US Trade Deal 2026: ટ્રમ્પ પ્રશાસનનો ઐતિહાસિક નિર્ણય, ભારત માટે ટેરિફ ઘટાડીને 18% કર્યો, રશિયન ઓઈલ પરના પ્રતિબંધોમાંથી મળી મુક્તિ

તેલ તો ‘ટેમ્પરરી’, સંરક્ષણ સંબંધો અટલ

નિષ્ણાતોનું માનવું છે કે રશિયા પાસેથી તેલની ખરીદીમાં કાપ મૂકવાનો અર્થ એ નથી કે રશિયા સાથેના સંબંધો બગડી જશે. ભારત રશિયા પાસેથી તેલ તો 2018 પછી અને ખાસ કરીને 2022 પછી વધુ લેવા લાગ્યું છે, પરંતુ સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રે બંને દેશો વચ્ચેનો સંબંધ અતૂટ છે. ભારત હંમેશા ‘બિન-જોડાણવાદી’ રાષ્ટ્ર રહ્યું છે, જે રશિયા અને અમેરિકા બંને સાથે પોતાના હિત મુજબ સંતુલન જાળવી રાખવામાં માહિર છે.

Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Exit mobile version