Site icon

સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે નિરાશાજનક હારનું એનાલિસિસ… શા માટે ભારતીય ટીમ રેતીના કિલ્લા ની જેમ સરી પડી……

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ટી20 વર્લ્ડ કપમાં (T20 World Cup)  ઈંગ્લેન્ડે (England)  ભારતીય ટીમને  (Indian team) બહારનો રસ્તો બતાવ્યો હતો.  પરંતુ આ એક રસ્તો એક નાનકડી કળી જેવો નહીં પરંતુ એક હાઈવે જેવો લાગતો હતો. ઇંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ ગયા પછી ભારતીય ક્રિકેટ ટીમ હાર તરફ પૂરપાટ વેગે દોડી રહી હતી. 

શું હિન્દુસ્તાની ટીમ ખરાબ હતી? કે ઈંગ્લેન્ડની ટીમ મજબૂત હતી?

સેમિફાઇનલમાં ભારતીય ક્રિકેટરો (Indian cricketers) કાગળના વાઘ સમાન પુરવાર થયા. જોકે આખી મેચનું એનાલિસિસ કરવામાં આવે તો એકંદરે એવું ચિત્ર દેખાય છે કે આખે આખી ટીમ ફ્લોપ ગઈ. બેટ્સમેન સારો સ્કોર બનાવવામાં અસફળ રહ્યા અને બોલરો એકે વિકેટ ન લઈ શક્યા.  બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમે સારી એવી મહેનત કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ આવતું હતું. શરૂઆતમાં ભારતીયોની ઝડપી વિકેટ અને ત્યારબાદ ઇંગ્લેન્ડના બેટ્સમેન ની ફટકાબાજી. એક વસ્તુ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી કે ઇંગ્લેન્ડની ટીમે મહેનત વધારે કરી હતી તેમજ ભારતીય બોલરોને સારી રીતે સ્ટડી કર્યા હતા. જ્યારે કે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આ બાબતમાં વામણી પુરવાર થઇ છે.

આ સમાચાર પણ વાંચો:     લ્યો કરો વાત!! મહારાષ્ટ્રમાં અહીં મજૂરી કરવા આવતા લોકો માટે લક્ઝુરિયસ કાર પીકપ અને ડ્રોપ માટે આવે છે.

 ક્રિકેટ ગ્રાઉન્ડ વિશે…. અને ભારતીય બેટ્સમેનોની નાકામી…..

 એડિલેડનું ક્રિકેટ મેદાન ઘણું નાનું છે. આ મેદાનમાં સૌથી દૂર ની બાઉન્ડ્રી બેટ્સમેન થી માત્ર ૮૪ મીટર દુર છે.  એટલે કે જો બે ફિલ્ડર ની વચ્ચે બોલ ટપ્પો ખાવામાં સફળ રહે તો બાઉન્ડ્રી પાક્કી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ આ વાત બરાબર જાણી લીધી અને ફીલ્ડરો વચ્ચેના ગેપ નો ભરપૂર ઉપયોગ કર્યો. પરંતુ ભારતીય  બેટ્સમેનોએ શરુઆતમાં જે વિકેટો ગુમાવી દીધી તેને કારણે મોટો સ્કોર બનવામાં અડચણ પેદા થઈ. એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ દોઢસો રન પણ નહીં બનાવી શકે પરંતુ હાર્દિક પંડ્યા ની ફટકાબાજી ને લીધે ૧૬૮ રન બની શક્યા. આ સ્કોર જ્યારે બની ગયો ત્યારે જ અંદાજો આવી ગયો હતો કે આ મેચ જીતવામાં તકલીફ પડશે. ખાસ કરીને ઇંગ્લેન્ડ તરફથી રશીદની બોલિંગ ઘણી સારી હતી.

 ઈંગ્લેન્ડના બેટ્સમેનોની ફટકાબાજી…

ચાલો હવે એ સમજીએ કે જે જગ્યાએ ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ ગયા ત્યાંજ ઈંગ્લેન્ડના બેટ્સમેનોની શા માટે સારું પ્રદર્શન દેખાડી શક્યા. ઇંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય બોલરોને તેઓ પહેલેથી ઓળખી ગયા હોય તેવું લાગી રહ્યું હતું અને મેદાનની બાઉન્ડ્રી નજીક છે તેનો પૂરેપૂરો ફાયદો ઉચકીને ઇંગ્લેન્ડના પ્લેયરો બોલને હવામાં ટોસ કરી રહ્યા હતા. આવા દરેક શોટ પર બાઉન્ડ્રી અને સિક્સર જોવા મળી. તેઓની બેટિંગ એટલી કાતિલ હતી કે ક્રિકેટ રસિક ને પાંચ મિનિટ માટે સ્ક્રીન સામે થી ખસવાનો મોકો મળ્યો ન હતો.

રડવાનો શું અર્થ છે….

ક્રિકેટ મેચ પત્યા પછી ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરંતુ હોમવર્ક ઓછું હોય તો પરીક્ષામાં માર્કસ પણ ઓછા જ આવે છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈની એસી લોકલ ટ્રેનમાં મફતિયા પ્રવાસીઓ નો રાફડો ફાટ્યો, બે-પાંચ નહીં આટલા હજાર લોકો મફતમાં પ્રવાસ કરતા પકડાયા. 

 

Narendra Modi: ગાઝા શાંતિ કરાર પર ટ્રમ્પને મળ્યો વડાપ્રધાન મોદીનો સાથ, યુદ્ધ રોકવા માટે તમામ દેશોને કરી આ મોટી અપીલ
Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Abhishek Sharma: ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ અભિષેક શર્માને ભેટમાં મળી અધધ આટલી મોંઘી કાર, કિંમત જાણીને તમારા ઊડી જશે હોશ
Suryakumar Yadav: દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે, PM મોદી ના વખાણ માં સૂર્યકુમાર યાદવ એ કહી આવી વાત
Exit mobile version