News Continuous Bureau | Mumbai
Indians in Iran Safety ઈરાનમાં ખોમેની શાસન સામે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ હવે યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે. માનવાધિકાર સંગઠનોના મતે આ હિંસામાં અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અસ્થિરતા વચ્ચે ત્યાં વસતા અંદાજે 10,000 થી 12,000 ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારત સરકારની ચિંતા વધી ગઈ છે. તેમાં પણ ખાસ કરીને મેડિકલનો અભ્યાસ કરતા 2,000 થી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમના વાલીઓ હવે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. ઈરાને અચાનક પોતાનું એરસ્પેસ બંધ કરી દેતા એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી એરલાઈન્સે ફ્લાઈટ રૂટ બદલવા પડ્યા છે. જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA) એ જણાવ્યું છે કે વારંવાર ઈન્ટરનેટ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે. ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિકાસી યોજના (Evacuation Plan) જાહેર કરવામાં આવી નથી.
કાશ્મીરી વિદ્યાર્થીઓના વાલીઓની આર્તનાદ (Parents’ Appeal)
ઈરાનમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો વિદ્યાર્થીઓ છે. કાશ્મીરના અનેક પરિવારોએ ભારત સરકારને અપીલ કરી છે કે તેમના બાળકોને વહેલી તકે ભારત પરત લાવવામાં આવે. વાલીઓનું કહેવું છે કે ત્યાં ખાણી-પીણીની વસ્તુઓની અછત સર્જાઈ રહી છે અને સતત થઈ રહેલા ગોળીબારને કારણે વિદ્યાર્થીઓ હોસ્ટેલની બહાર નીકળી શકતા નથી. એસોસિએશને વિદેશ મંત્રાલયને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે.
વેપાર અને ચબહાર પોર્ટ પર સંકટ
આ અશાંતિની અસર માત્ર લોકો પર જ નહીં, પરંતુ ભારતની વ્યૂહાત્મક યોજનાઓ પર પણ પડી રહી છે. ભારતનો મહત્વકાંક્ષી ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ, જેમાં અંદાજે 500 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે, તે હવે જોખમમાં છે. આ બંદર પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો ભારતનો મુખ્ય ગેટવે છે. જો આ વિસ્તારમાં અસ્થિરતા જળવાઈ રહેશે, તો ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા નબળી પડી શકે છે અને ચીન-પાકિસ્તાનનો પ્રભાવ વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
બાસમતી ચોખાના નિકાસમાં મોટો ઘટાડો
ભારતીય ખેડૂતો અને નિકાસકારો માટે ઈરાન બાસમતી ચોખાનું સૌથી મોટું બજાર રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી અને ખાસ કરીને વર્તમાન સ્થિતિમાં નિકાસમાં ભારે ઘટાડો થયો છે. 2018-19માં ભારતનો નિકાસ 3.51 અબજ ડોલર હતો, જે હવે ઘટીને માત્ર 1.24 અબજ ડોલર રહી ગયો છે. શિપિંગ રૂટ્સમાં અવરોધ અને તેલ પુરવઠામાં અનિશ્ચિતતાને કારણે વેપાર ખાધ પર વધુ દબાણ આવવાની શક્યતા છે.
