Site icon

Iran Anti-Regime Protests 2026: ઈરાનમાં લોહિયાળ જંગ: 39 ના મોત અને ઈન્ટરનેટ ઠપ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી

મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે ‘ઈસ્લામિક શાસન’ વિરુદ્ધના બળવામાં ફેરવાયું; ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીની અપીલ બાદ 50 શહેરોમાં હજારો લોકો રસ્તા પર.

Iran Anti-Regime Protests 2026 ઈરાનમાં લોહિયાળ જંગ 39 ના મોત

Iran Anti-Regime Protests 2026 ઈરાનમાં લોહિયાળ જંગ 39 ના મોત

News Continuous Bureau | Mumbai

Iran Anti-Regime Protests 2026   ઈરાનમાં મોંઘવારી અને અર્થતંત્રના પતન સામે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ ગુરુવાર રાતથી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકામાં નિર્વાસિત જીવન જીવી રહેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીની એક અપીલ બાદ આખું ઈરાન જાણે રસ્તા પર ઉતરી આવ્યું છે.

Join Our WhatsApp Community

ઈરાની શાસન સામે જંગ અને ભયાનક હિંસા

મીડિયા રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં હિંસક પ્રદર્શનોમાં 39 લોકોના મોત થયા છે અને 2,260 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ તેહરાન સહિત અનેક શહેરોમાં સુરક્ષા દળોના વાહનો અને બાઈકોને આગ ચાંપી દીધી છે. લોકો હવે ખુલ્લેઆમ ઈસ્લામિક શાસન મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાની પ્રજાને ટેકો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે સીધો હસ્તક્ષેપ કરતા ઈરાની શાસનને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, “અમે ઈરાની લોકોની સાથે છીએ. જો તેમની આઝાદી અને અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો અમે તેમને (ઈરાની શાસનને) છોડીશું નહીં.” ટ્રમ્પની આ ચેતવણી બાદ ઈરાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Tara Sutaria and Veer Pahariya: બોલિવૂડમાં વધુ એક બ્રેકઅપ! શું તારા સુતારિયા અને વીર પહાડીયા ના સંબંધોમાં પડી તિરાડ? કારણ જાણી ફેન્સ થયા હેરાન

ઈન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ ઠપ

સ્થિતિ બેકાબૂ બનતા ઈરાની સરકારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ અને ટેલિફોન લાઈનો કાપી નાખી છે. ઈન્ટરનેટ મોનિટરિંગ ગ્રુપ ‘નેટ બ્લોક્સ’ એ પુષ્ટિ કરી છે કે અનેક સર્વિસ પ્રોવાઈડર્સની કનેક્ટિવિટી ઠપ થઈ ગઈ છે, જેથી પ્રદર્શનકારીઓ સોશિયલ મીડિયા પર માહિતી શેર ન કરી શકે અને દુનિયા સુધી આ સમાચાર ન પહોંચે.

ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીની ચેતવણી

રેઝા પહલવીએ પ્રદર્શનકારીઓને એક થવા અપીલ કરતા કહ્યું કે, “દુનિયાની નજર ઈરાન પર છે. ઈસ્લામિક રિપબ્લિક અને તેના રિવોલ્યુશનરી ગાર્ડ્સ યાદ રાખે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમારી હિલચાલ પર નજર રાખી રહ્યા છે. લોકો પરના અત્યાચારનો જવાબ જરૂર આપવામાં આવશે.”

Donald Trump: ઈરાન પર ટ્રમ્પની લાલ આંખ: ‘જો પ્રદર્શનકારીઓ પર ગોળી ચાલી તો અમેરિકા શાંત નહીં બેસે’, જાણો શું છે ટ્રમ્પનો પ્લાન
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો મેક્સિકો પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’નો પ્લાન! ડ્રગ કાર્ટેલ્સને ખતમ કરવા લશ્કરી હુમલાની જાહેરાતથી દુનિયા સ્તબ્ધ
Emmanuel Macron: PM મોદીનો જાદુ ચાલ્યો! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને બાજુ પર મૂકી ભારત સાથે વધાર્યો દોસ્તીનો હાથ
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version