Site icon News Continuous Bureau | Mumbai

LPG Price Hike 2026। રાંધણ ગેસના ભાવ વધતા જનતા પરેશાન; સરકારે પાકિસ્તાન અને શ્રીલંકાના આંકડા બતાવીને કહી આ મોટી વાત

LPG Price Hike 2026। હોર્મુઝ કટોકટી વચ્ચે ૩ મહિનામાં બીજો ઝટકો; સબસિડી વગરનો સિલિન્ડર હવે ૯૪૨ માં મળશે, સરકારને દરેક સિલિન્ડર પર ૭૦૦ નું નુકસાન.

LPG Price Hike 2026। રાંધણ ગેસના ભાવ વધતા જનતા પરેશાન; સરકારે પાકિસ્તાન અને શ્રીલંકાના આંકડા બતાવીને કહી આ મોટી વાત

LPG Price Hike 2026। રાંધણ ગેસના ભાવ વધતા જનતા પરેશાન; સરકારે પાકિસ્તાન અને શ્રીલંકાના આંકડા બતાવીને કહી આ મોટી વાત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

LPG Price Hike 2026। ભારતમાં મોંઘવારીના મોરચે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાઈ ગયું છે. દેશમાં ઘરેલું ઉપયોગ માટેના એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના ભાવમાં એકસાથે ૨૯ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. છેલ્લા ત્રણ મહિનાની અંદર રાંધણ ગેસના ભાવમાં આ બીજો મોટો વધારો છે, જેના લીધે હવે ૧૪.૨ કિલોગ્રામનો સબસિડી વગરનો ગેસ સિલિન્ડર ૯૧૩ રૂપિયાના બદલે ૯૪૨ રૂપિયા માં મળશે. આ ભાવ વધારાને પગલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં દાવો કરાયો છે કે તાજેતરના વધારા પછી પણ ભારતમાં રાંધણ ગેસની કિંમત પડોશી દેશો અને વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ ઘણી ઓછી છે.

૩ મહિનામાં બે વાર ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ, પશ્ચિમ એશિયાના તણાવના લીધે સપ્લાય ખોરવાઈ

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) ના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ઉભા થયેલા આંતરરાષ્ટ્રીય તેલ-ગેસ સંકટની સીધી અસર ભારતીય બજારો પર પડી છે. આ અગાઉ ગત ૭ માર્ચના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં ૬૦ રૂપિયાનો વધારો કરાયો હતો, ત્યાર બાદ ૭ જૂને ફરીથી ૨૯ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. જો કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી મેળવતા ગ્રાહકો માટે આ સિલિન્ડર ૬૪૨ રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સાઉદી સીપી (કોન્ટ્રેક્ટ પ્રાઇસ) બેન્ચમાર્કમાં ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૬ વચ્ચે આશરે ૪૬% નો તોતિંગ વધારો નોંધાયો છે, જેના લીધે રિટેલ કિંમતો બદલવી અનિવાર્ય બની હતી.

પાકિસ્તાનથી લઈને અમેરિકા-કેનેડા કરતાં ભારતમાં ગેસ સસ્તો, સરકારે જાહેર કર્યા સત્તાવાર આંકડા

પેટ્રોલિયમ મંત્રાલયે વિશ્વના વિવિધ દેશોમાં ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમતોના સત્તાવાર આંકડા જાહેર કરીને વૈશ્વિક સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારના જણાવ્યા મુજબ, ભારતીય પરિવારો પડોશી દેશો પાકિસ્તાન (૧,૦૪૬ રૂપિયા), નેપાળ (૧,૨૦૭ રૂપિયા), બાંગ્લાદેશ (આશરે ૧,૨૨૫ રૂપિયા) અને શ્રીલંકા (૧,૨૪૧ રૂપિયા) ની સરખામણીએ ગેસ માટે ખૂબ જ ઓછી કિંમત ચૂકવી રહ્યા છે. આટલું જ નહીં, અમેરિકા (આશરે ૧,૭0૫ રૂપિયા), ઓસ્ટ્રેલિયા (આશરે ૧,૭૬૫ રૂપિયા) અને કેનેડા (આશરે ૨,૪૧૧ રૂપિયા) જેવા વિશ્વના અતિ વિકસિત દેશો કરતાં પણ ભારતમાં સામાન્ય ગ્રાહકોને સસ્તા દરે કુકિંગ ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

દરેક સિલિન્ડર પર સરકારને ૭૦૦ ની ખોટ, અંડર-રિકવરીનો બોજ ૬૦,૦૦૦ કરોડે પહોંચ્યો

સરકારી અહેવાલના ચોંકાવનારા આંકડા મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ભાવોના કારણે હાલમાં ભારતમાં એક સિલિન્ડરની સપ્લાય ચેઈનનો વાસ્તવિક ખર્ચ (કોસ્ટ પ્રાઇસ) ૧,૬00 રૂપિયાથી વધુ થઈ ગયો છે. આથી, ગ્રાહકોને ૯૪૨ રૂપિયામાં ગેસ આપવાના લીધે સરકાર અને ઓઈલ કંપનીઓને દરેક ઘરેલું સિલિન્ડર પર આશરે ૭૦૦ રૂપિયાનું મોટું નુકસાન (અંડર-રિકવરી) થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ અંડર-રિકવરી સામાન્ય સબસિડી કરતાં અલગ છે. સરકારી ડેટા અનુસાર, ઘરેલું એલપીજી પર અંડર-રિકવરીનો કુલ આર્થિક બોજ ગયા વર્ષે ૪૧,૩૩૮ કરોડ રૂપિયા હતો, જે ચાલુ નાણાકીય વર્ષમાં વધીને આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૮ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Share Market Fall Sensex શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોમાં ભારે ફફડાટ!
Team India Record Chase New Zealand ભારતીય ક્રિકેટ ટીમનો નવો કીર્તિમાન કિવિ ધરતી પર સૌથી મોટો સફળ રનચેઝ; ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20I માં રોમાંચક વિજય
Poland PM Praises Narendra Modi વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો રશિયાયુક્રેન યુદ્ધ વચ્ચે પોલિશ પીએમનું મોટું નિવેદન; શાંતિ અને સ્થિરતા માટે ભારતની ભૂમિકા નિર્ણાયક
Asim Munir Iran Visit તેહરાનમાં પાકિસ્તાની આર્મી ચીફની ફજેતી ટ્રમ્પનો પત્ર જોયા વગર જ રવાના કર્યા! કહ્યું ‘તમારી ફ્લાઇટ પકડીને પાછા જતા રહો’
Exit mobile version