Site icon

લ્યો કરો વાત!! મહારાષ્ટ્રમાં અહીં મજૂરી કરવા આવતા લોકો માટે લક્ઝુરિયસ કાર પીકપ અને ડ્રોપ માટે આવે છે.

 News Continuous Bureau | Mumbai

એક સમય હતો જ્યારે સાહેબને લઈ જવા માટે જ લક્ઝુરિયસ કાર (luxurious car) વાપરવામાં આવતી હતી. પરંતુ, હવે સમય બદલાયો છે અને ખેતરોમાં (Farm) ખેત મજૂરોની અછત હોવાથી મજૂરોને લક્ઝુરિયસ ગાડી આપવામાં આવે છે. માત્ર આટલું જ નહીં મજૂરોની જરૂરિયાતો અનુસાર, તેમને મહત્વ અને ગૌરવ આપવામાં આવ્યું છે અને તેઓ ખેતરમાં ગયા પછી પીવાના પાણી માટે એક બરણી અને બે વખત ગરમ ચા આપવામાં આવે છે.

Join Our WhatsApp Community

અહેમદનગર જિલ્લામાં (Ahmednagar District) કુકડી, ઘોડ, ભીમા અને સેના ગામમાં સારા પ્રમાણમાં પાણી ની ઉપલબ્ધતાને કારણે શેરડીના બગીચામાં (sugarcane garden) વધારો થયો છે. બીજી તરફ આ વિસ્તારમાં યુવાનો શિક્ષણ અને રોજગાર (Education and Employment) માટે શહેરમાં જતા રહ્યા છે. આવી વિચિત્ર પરિસ્થિતિને કારણે આખા વિસ્તારમાં મજુરોની તીવ્ર અછત સર્જાઈ છે. દ્રાક્ષ અને દાડમના  ખેતરોમાં ઘણું વધારે કામ કરવું પડે છે. અનેક વખત પરપ્રાંતિય મજૂરો (Migrant Labourers) પણ આ કામ કરવા તૈયાર થતા નથી. અહીં મજૂરોને મજૂરી માટે ઘણો ઊંચો પગાર મળે છે. તેમ છતાં મજૂરોની કારમી અછતને કારણે અને જે પાકે છે તેમાંથી મલકના હોવાને કારણે ખેત મજુરો અને લક્ઝુરિયસ  સુવિધાઓ (Luxurious amenities)  આપવાનું ચલણ શરૂ થયું છે. આ માટે મજૂરી કરનાર પરિવારોને પીકપ અને ડ્રોપ (Pickup and drop) માટે દરવાજે ગાડી આવીને ઉભી રહે છે. આમ ભારતમાં પણ વિદેશ ની જેમ ખેતીને એક ઉચ્ચ દરજ્જો મળવાની શરૂઆત થઇ હોય તેવું કહી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની એસી લોકલ ટ્રેનમાં મફતિયા પ્રવાસીઓ નો રાફડો ફાટ્યો, બે-પાંચ નહીં આટલા હજાર લોકો મફતમાં પ્રવાસ કરતા પકડાયા. 

 

US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Exit mobile version