Site icon

ભારતમાં MBBSની બેઠક77% વધી, છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રેકંગાળ દેખાવ

સરકારી રિપોર્ટ રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ 2020-21 અનુસાર દેશના પીએચસી (પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર) અને સીએચસી(સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર) પ૨ 4.3%થી લઈને 80% સુધી ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. 2005માં દેશભરના પીએચસીમાં કુલ 20,308 એલોપથી ડૉક્ટર હતા જે 2021માં 31,716 થઈ ગયા. તેમ છતાં જરૂરિયાત અનુસાર આ આંકડો ઓછો છે. સીએચસીમાં જરૂરિયાત મુજબ 83% સર્જન, 74% સ્ત્રી રોગ નિષ્ણાત, 80% બાળરોગ નિષ્ણાત અને 82% ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે.

MBBS Seats Increased By 77 in The Last 8 Years Yet Doctors Are Reduced By 80

ભારતમાં MBBSની બેઠક77% વધી, છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રેકંગાળ દેખાવ

News Continuous Bureau | Mumbai

દેશ (India) માં એક બાજુ મેડિકલ કોલેજોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યાં સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ડૉક્ટરો (Doctors) ની ભારે અછત વર્તાઈ રહી છે. જોકે ગત 8 વર્ષો(2014-2022)માં દેશમાં મેડિકલ કોલેજો (MBBS) 387થી વધીને 648 થઇ ચૂકી છે એટલે કે 67%નો વધારો નોંધાયો છે. આ દરમિયાન એમબીબીએસની સીટો પણ 77%ના વધારા સાથે 54,348થી વધીને 96,072 થઇ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ ગવર્નન્સ રિફોર્મ્સ ઈન મેડિકલ એજ્યુકેશન(2014- 2022)’માં આ આંકડા સામે આવ્યા હતા.

Join Our WhatsApp Community

પણ વધુ એક સરકારી રિપોર્ટ રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ 2020-21 અનુસાર દેશના પીએચસી (પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર) અને સીએચસી(સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર) પ૨ 4.3%થી લઈને 80% સુધી ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. 2005માં દેશભરના પીએચસીમાં કુલ 20,308 એલોપથી ડૉક્ટર હતા જે 2021માં 31,716 થઈ ગયા. તેમ છતાં જરૂરિયાત અનુસાર આ આંકડો ઓછો છે. સીએચસીમાં જરૂરિયાત મુજબ 83% સર્જન, 74% સ્ત્રી રોગ નિષ્ણાત, 80% બાળરોગ નિષ્ણાત અને 82% ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. પીએચસીમાં 31% મહિલા એએનએમની અછત છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં દાવો કરાયો છે કે દેશમાં પ્રતિ 834 લોકોએ એક ડૉક્ટર છે જેડબ્લ્યુએચઓના 10001ના પ્રમાણની નજીક છે, પણ મહત્ત્વપૂર્ણ એ છે કે દેશમાં 27% ડૉક્ટર સક્રિય નથી. ડૉક્ટરોની સૌથી વધુ અછત ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, યુપી અને બિહારમાં છે. દેશના શહેરી વિસ્તારોમાં કુલ 5481 પીએચસી છે પણ વસતીના પ્રમાણમાં તે 44% ઓછાં છે. ફક્ત 66% અર્બન-પીએચસી જ સરકારી ભવનોમાં ચાલી રહ્યાં છે 27% હજુ ભાડાની ઈમારતોમાં સંચાલિત છે.

આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે

Western Railway special trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી દિલ્હી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો
Western Railway special train: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
AQI Holiday: પ્રદૂષણથી ભાગી રહ્યા છે લોકો: દિલ્હી-મુંબઈમાં ‘AQI હોલિડે’ બન્યો નવો ટ્રેન્ડ, શુદ્ધ હવામાં શ્વાસ લેવા લોકો રજાઓ પર!
Exit mobile version