Site icon

આખરે આ રાજનૈતિક પાર્ટી મુંબઈગરાઓની મદદે આવી- મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે મુંબઈમાં મુસાફરોને સીટબેલ્ટ નો ઉપયોગ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં- હવે આંદોલન પણ કરશે

News Continuous Bureau | Mumbai

1 નવેમ્બરથી મુંબઈમાં તમામ વાહનો માટે  આગળ બેસનાર તેમજ પાછળ બેસનાર તમામ પેસેન્જર માટે સીટબેલ્ટ (seatbelt) ફરજિયાત બનાવવામાં આવ્યા છે અને ટ્રાફિક પોલીસે (Traffic Police) માહિતી આપી છે કે 11 નવેમ્બર સુધી કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં પરંતુ માત્ર જાગૃતિ જગાવવામાં આવશે. ટેક્સીમેન યુનિયને (Taximan Union) આ આદેશનો વિરોધ કર્યા બાદ હવે MNSએ પણ આની વિરુદ્ધ મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Chief Minister Eknath Shinde) પત્ર લખ્યો છે. MNS એ ચેતવણી આપી છે કે જો સાથી યાત્રીઓ પર સીટબેલ્ટ ની ફરજ પાડવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે.

Join Our WhatsApp Community

MNSના જનરલ સેક્રેટરી અને ટ્રાન્સપોર્ટ સેનાના (General Secretary and Transport Army)  પ્રમુખ સંજય નાઈકે (Sanjay Naik)  મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને આવી માંગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો:  અંધેરીમાં ગોખલે બ્રિજની બે લેન આ તારીખ સુધીમાં ખોલવામાં આવશે

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ટ્રાફિકની ભીડની સમસ્યા સૌથી વધુ છે, તેથી શહેરમાં પાછળ બેઠેલા લોકો માટે સીટબેલ્ટ ફરજિયાત નથી. મુંબઈમાં મેટ્રોના કામો, પુલ, નબળી ગુણવત્તાના રસ્તાઓ, ખાડાઓ અને રસ્તાના કામો ચાલી રહ્યા છે. જેના કારણે મુંબઈમાં ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા ભારે છે.  આથી મુંબઈ શહેરને આવા કાયદા માંથી મુક્તિ મળવી જોઈએ તેવી અવાજ ઉઠી છે.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version