News Continuous Bureau | Mumbai
Mumbai Mayor Race:મુંબઈ મહાનગરપાલિકાના મેયર પદ માટેની આરક્ષણ લોટરી બાદ હવે સત્તાના સમીકરણો સ્પષ્ટ થઈ રહ્યા છે. ભાજપ પાસે હાલમાં કુલ 47 મહિલા નગરસેવિકાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ કોઈ અનુભવી અને અભ્યાસુ મરાઠી મહિલા નગરસેવિકાને મુંબઈના પ્રથમ નાગરિક બનવાની તક આપી શકે છે. મેયર પદની રેસમાં જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં વરિષ્ઠતા અને યુવા જોશ બંનેનો સમાવેશ થાય છે.ભાજપની રણનીતિ મુજબ, શિવસેના (UBT) ને ટક્કર આપવા માટે મુંબઈના સ્તર પર પ્રભાવ પાડી શકે તેવા ચહેરાની શોધ ચાલુ છે.
મેયર પદની રેસમાં ભાજપની ટોચની 10 નગરસેવિકાઓ
અલકા કેરકર: સૌથી વરિષ્ઠ અને અનુભવી નગરસેવિકા, અગાઉ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.
તેજસ્વી ઘોસાળકર: ભાજપનો યુવા અને આક્રમક ચહેરો, જનસંપર્ક માટે જાણીતા.
રાજશ્રી શિરવાડકર: ઉત્તમ વક્તા અને વહીવટી કામગીરી પર મજબૂત પકડ.
રાણી દ્વિવેદી: મુંબઈમાં ભાજપનો જાણીતો મરાઠી ચહેરો.
શ્વેતા કોરગાંવકર: પક્ષની અભ્યાસુ અને કાર્યક્ષમ મહિલા નેતા.
યોગિતા પાટીલ: મજબૂત જનાધાર ધરાવતા નગરસેવિકા.
સીમા કિરણ શિંદે: સંગઠન અને પાલિકા કામગીરીનો બહોળો અનુભવ.
ડો. શિલ્પા સાંગોરે: સુશિક્ષિત અને પ્રોફેશનલ એપ્રોચ માટે જાણીતા.
દક્ષિતા કવઠણકર: પક્ષના વફાદાર અને સક્રિય કાર્યકર.
લીના દેહરકર: જનસમસ્યાઓ ઉઠાવવામાં મોખરે રહેતા નેતા.
આ સમાચાર પણ વાંચો : US-Iran Tension:ડોનાલ્ડ ટ્રમ્પની ‘વોર ગેમ’ શરૂ! ઈરાન પાસે વિનાશક કાફલો તૈનાત થતા જ દુનિયાભરમાં હલચલ; જાણો શું છે અમેરિકાનો સિક્રેટ પ્લાન
સત્તાનું સમીકરણ અને મહાયુતિ
ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે સત્તાની વહેંચણી લગભગ નક્કી મનાય છે. ભાજપ મેયર પદ પોતાની પાસે રાખશે, જ્યારે શિંદે જૂથને સ્થાયી સમિતિ કે અન્ય મહત્વની સમિતિઓનું અધ્યક્ષ પદ મળી શકે છે. ભાજપના હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ મેયરના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.
શું હોઈ શકે છે ‘સરપ્રાઈઝ’?
ભાજપ હંમેશા છેલ્લી ઘડીએ નવા ચહેરાને લાવીને આશ્ચર્ય આપવા માટે જાણીતું છે. જોકે, આ વખતે મુંબઈના રાજકારણને જોતા અલકા કેરકર કે તેજસ્વી ઘોસાળકર જેવા જાણીતા નામો પર પસંદગી ઉતરે તેવી વધુ શક્યતા છે. મેયર પદ ‘સામાન્ય મહિલા’ માટે ખુલ્લું હોવાથી સ્પર્ધા ઘણી રસાકસીભરી બની છે.
