Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Monsoon Heavy Rain Andheri Subway મુંબઈમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જળબંબોળની સ્થિતિ, રાતભર ખાબકેલા ભારે વરસાદને પગલે અંધેરી સબવે બંધ કરાયો

Mumbai Monsoon Heavy Rain Andheri Subway મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, સામાન્ય તારીખ કરતાં ૧૩ દિવસ મોડું પહોંચ્યું ચોમાસું

Mumbai Monsoon Heavy Rain Andheri Subway  મુંબઈમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જળબંબોળની સ્થિતિ, રાતભર ખાબકેલા ભારે વરસાદને પગલે અંધેરી સબવે બંધ કરાયો

Mumbai Monsoon Heavy Rain Andheri Subway મુંબઈમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જળબંબોળની સ્થિતિ, રાતભર ખાબકેલા ભારે વરસાદને પગલે અંધેરી સબવે બંધ કરાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Monsoon Heavy Rain Andheri Subway સમગ્ર મહારાષ્ટ્રમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાંની સાથે જ રાતભર ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં ભારે જળભરાવને કારણે અંધેરી સબવેને સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

Mumbai Monsoon Heavy Rain Andheri Subway – બીએમસી દ્વારા અંધેરી અંડરપાસ બંધ કરાયો, વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં

મુંબઈમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. રાતભર થયેલા અવિરત વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. અંધેરી સબવે (અંડરપાસ) માં પૂર જેવા દ્રશ્યો સર્જાતા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બીએમસીના અધિકારીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સબવેને બંધ કરી દીધો છે. બીએમસીના અધિકારી ના જણાવ્યા અનુસાર, આ ગંભીર જળભરાવની સમસ્યાનો તાત્કાલિક કોઈ કામચલાઉ ઉકેલ મળી શક્યો નથી. સવારે ઓફિસ અને કામધંધા માટે બહાર નીકળેલા મુંબઈગરાઓને ભારે ટ્રાફિક જામ અને પાણી ભરાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Mumbai Monsoon Heavy Rain Andheri Subway – હવામાન વિભાગ દ્વારા મુંબઈ અને આસપાસના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, ઠાણે, રાયગઢ, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લામાં મધ્યમથી તીવ્ર અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. મુંબઈમાં ગઈકાલે રાત્રે માત્ર ૫ થી ૬ કલાકના ગાળામાં જ અલગ-અલગ વિસ્તારોમાં ૭૧ થી ૯૯ મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ મુંબઈમાં આવેલી નાયર હોસ્પિટલ વિસ્તારમાં સૌથી વધુ ૭૮.૯૬ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હાલમાં પણ મુંબઈના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા છે અને દિવસભર વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

Mumbai Monsoon Heavy Rain Andheri Subway – સામાન્ય તારીખ કરતાં ૧૩ દિવસની મોડાઈ બાદ ચોમાસાએ આપી દસ્તક

મુંબઈવાસીઓને લાંબા સમયથી કાળઝાળ ગરમીમાંથી રાહતની આશા હતી, જે આ વરસાદથી પૂરી થઈ છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ જળબંબોળ અને ટ્રાફિકની આફત શરૂઆતમાં જ સામે આવી ગઈ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મંગળવાર, ૨૩ જૂનના રોજ મુંબઈ પહોંચ્યું છે, જે તેની સામાન્ય આવવાની તારીખથી ૧૩ દિવસ મોડું છે. મુંબઈમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ ૧૦ જૂન ગણાય છે. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ, અગાઉ વર્ષ ૨૦૨૩માં પણ ચોમાસું ૨૫ જૂને આવ્યું હતું, જ્યારે ઇતિહાસમાં સૌથી વધુ મોડું 1974 અને 1958માં થયું હતું જ્યારે ચોમાસું ૨૮ જૂને પહોંચ્યું હતું. ચોમાસાએ હવે મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના ભાગોને પણ કવર કરી લીધા છે.

👉 આ સમાચાર વાચો:
Donald Trump Approval Rating Drop અમેરિકામાં ટ્રમ્પનો ક્રેઝ ઘટ્યો? મોંઘવારી અને યુદ્ધની નીતિઓથી નારાજ જનતાએ ફેરવ્યું મોં, સામે આવ્યા ચોંકાવનારા આંકડા!

Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Amit Shah On Rahul Gandhi Debate Challenge રાહુલ ગાંધીના ડિબેટ પડકાર પર અમિત શાહનો વળતો પ્રહાર ‘સામે આવીને ચર્ચા કરો, સંસદમાં આવો, ભાગી ન જાઓ’
Exit mobile version