News Continuous Bureau | Mumbai
પાડોશી દેશ નેપાળ(Nepal) ભૂકંપના જોરદાર (Earthquack) આંચકાથી હચમચી ઉઠ્યું છે. અહીં આવેલા 6.6ની તીવ્રતાના ભૂકંપની અસર દિલ્હી-NCR સહિત ભારતના ઘણા વિસ્તારોમાં જોવા મળી હતી. નેપાળ(Nepal)ના ડોટીમાં આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. હાલમાં નેપાળમાં સેના(Nepal Army)ને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવી છે અને બચાવ કામગીરી(rescue operation) ચાલી રહી છે. હાલમાં વધુ નુકસાનની કોઈ માહિતી નથી.
#WATCH | Search and rescue operation underway at the house that collapsed in Doti district of Nepal after the earthquake last night that killed six people.
(Source: Nepal Army) pic.twitter.com/iPY0e8qSMK
— ANI (@ANI) November 9, 2022
નેપાળ આર્મી, નેપાળ પોલીસ, જનપ્રતિનિધિઓ અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલા છે. નેપાળ આર્મીના ભૈરવનાથ ગણ દોટી સહિતની એક ટીમને ઘરોમાંથી કાટમાળ હટાવવા અને અસરગ્રસ્ત લોકોની વ્યવસ્થા કરવા માટે તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જૂના માટીના મકાનો ધરાશાયી થઈ ગયા છે. રાત્રે સૂતા હતા ત્યારે ભૂકંપના આંચકાના કારણે લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. ભૂકંપમાં બચી ગયેલા લોકોએ ખુલ્લા આકાશ નીચે ઠંડી રાત વિતાવી પડી હતી.