Site icon

PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં ₹10,000નો પ્રથમ હપ્તો જમા કરાવ્યો, અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા.

PM Modi Birthday જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

PM Modi Birthday જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

News Continuous Bureau | Mumbai
PM Modi બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓમાં લાગેલા છે. વર્તમાન સરકાર પણ જનતાને પોતાના પક્ષમાં લાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ ક્રમમાં, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ, રાજ્યની 75 લાખ મહિલાઓના ખાતામાં પ્રથમ હપ્તા તરીકે ₹10,000 મોકલવામાં આવ્યા. આ પૈસાનો ઉપયોગ કરીને મહિલાઓ પોતાનો રોજગાર શરૂ કરી શકશે.

પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: ‘પંજો પૈસા ખાઈ જતો હતો’

આ યોજનાની શરૂઆત દરમિયાન પીએમ મોદીએ જીવિકા દીદીઓને સંબોધિત કરતા કહ્યું કે, “નવરાત્રિના પર્વમાં આપ સૌના આશીર્વાદ અમારા માટે મોટી તાકાત છે. આજે બિહારની માતાઓ-બહેનો માટે ખૂબ જ મોટો દિવસ છે. જ્યારે કોઈ બહેન-દીકરી રોજગાર કરે છે, ત્યારે તેના સપનાઓને પાંખો મળે છે અને સમાજમાં તેનું સન્માન વધી જાય છે.”આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે આજે જે પૈસા મોકલવામાં આવી રહ્યા છે, તે પૂરેપૂરા તમારા ખાતામાં જમા થશે. કોઈ એક પૈસો પણ ખાઈ નહીં શકે. તેમણે કહ્યું કે, “પહેલા પીએમ કહેતા હતા કે દિલ્હીથી એક રૂપિયો મોકલતા હતા તો 15 પૈસા પહોંચતા હતા. વચ્ચે પંજો પૈસા ખાઈ લેતો હતો. હવે કોઈ પૈસા ખાઈ નહીં શકે, પૂરેપૂરા પૈસા જાય છે.” તેમણે કહ્યું કે તમારા બે ભાઈ મોદી અને નીતિશ સતત કામ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત

મહિલાઓને ₹2 લાખ સુધીની મદદ મળશે

મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ, દરેક લાભાર્થીને ₹10,000નું શરૂઆતી અનુદાન આપવામાં આવશે. બાદના તબક્કામાં ₹2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પણ આપવામાં આવી શકે છે. આ સહાયની રકમનો ઉપયોગ મહિલાઓ તેમની પસંદગીના ક્ષેત્રોમાં કરી શકે છે, જેમાં કૃષિ, પશુપાલન, હસ્તકલા, સિલાઈ-વણાટ અને અન્ય નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.વડાપ્રધાને સંબોધન દરમિયાન કહ્યું કે દરેક મહિલાને આ યોજનાનો લાભ મળશે જ. જો મહિલાઓ આ પૈસાથી સારું કામ કરે છે, તો તેમને ₹2 લાખ સુધી મળશે. આ મદદથી બિહારની બહેનો કરિયાણા, વાસણો, કોસ્મેટિક્સ, રમકડાં અને સ્ટેશનરી જેવી નાની દુકાનો ખોલી શકે છે. તેમણે કહ્યું કે, આ યોજનાથી આગળ ચાલીને ‘લખપતિ દીદી’ ને વધારવામાં બળ મળશે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે દેશમાં ઓછામાં ઓછી 3 કરોડ લખપતિ દીદીઓ હોય, અને તેમને પૂરી આશા છે કે સૌથી વધુ લખપતિ દીદીઓ બિહારમાંથી જ હશે.

Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો
Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત
Exit mobile version