News Continuous Bureau | Mumbai
આખરે કોર્ટે શિવસેના(Shiv Sena)ના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut) ને રાહત આપી છે. આજની જામીન અરજીની સુનાવણીમાં આખરે રાઉતને જામીન આપવામાં આવ્યા છે. સંજય રાઉતને લગભગ 100 દિવસ બાદ જામીન મળ્યા છે. તેમજ આ કેસમાં કોર્ટે પ્રવિણ રાઉત(Pravin Raut)ના જામીન (Bail) પણ મંજૂર કર્યા છે.
શિવસેનાના નેતા, સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર ચાલી રહેલી સેશન કોર્ટની સુનાવણીમાં દલીલો પૂર્ણ થઈ હતી. જામીન અરજી પરનો આદેશ 9 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો.
છેલ્લા કેટલાક મહિનાઓથી સંજય રાઉત કથિત મેલ કૌભાંડ કેસમાં જેલમાં છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને જામીન મળ્યા ન હતા. આ કારણે રાઉતની દિવાળી અને દશેરા પણ જેલમાં વિતાવ્યા હતા.