Site icon

લોકોને વર્ષો સુધી લહેજતદાર પીણું પીવડાવનારા એવા ‘રસના’ કંપનીના સ્થાપક આરીઝ ખંભાતાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું.

 News Continuous Bureau | Mumbai

જાણીતી કંપની ‘રસના’ (soft drink) ના સ્થાપક અને ચેરમેન આરીઝ પીરોજશા ખંભાતા (Rasna founder Areez Khambatta) નું નિધન થયું છે. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુ સમયે તેઓ 85 વર્ષના હતા. કંપનીએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

Join Our WhatsApp Community

આરિઝ ખંભાતા (Rasna founder Areez Khambatta) ની મહેનત અને પ્રયાસોને કારણે દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો નોકરીઓનું સર્જન થયું છે. ફળ આધારિત ઉત્પાદનોના વિકાસથી લાખો ખેડૂતોને ફાયદો થયો. કંપનીએ જણાવ્યું હતું કે રસના (Rasna) થકી દેશભરના ખેડૂતોને (Farmers) બજાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું અને ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  જ્યોતિષ: આ રાશિના લોકો જન્મથી જ બની જાય છે કરોડોની સંપત્તિના માલિક, કુબેર દેવ હંમેશા દયાળુ રહે છે

આરિઝ ખંભાતાએ ઉદ્યોગ, વ્યાપાર અને સમાજ સેવા દ્વારા સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ અમદાવાદ પારસી પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ હતા. તે ઉપરાંત, તેઓ પારસી-ઈરાનીયન ઝોરોસ્ટ્રિયન સમુદાય (Parsi-Iranian Zoroastrian community) ના સંગઠન WAPIZ ના પ્રમુખ પણ હતા. હાલમાં દેશમાં 18 લાખ રિટેલ આઉટલેટ્સ પર રાસાનું વેચાણ થાય છે. ‘રસના’ કંપની દ્વારા વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવે છે અને દેશ-વિદેશમાં તેની સારી માંગ છે. ઉલ્લેખનીય છે કે ઉનાળા (Summer season) માં દરેકના ઘરમાં જોવા મળતા આ સોફ્ટ ડ્રિંકે મહેમાનોની તરસ પણ છીપાવી છે. દેશ-વિદેશમાં આ સોફ્ટ ડ્રિંકની માંગ છે. ખંભાતાએ 1970ના દાયકામાં મોંઘા સોફ્ટ ડ્રિંકના વિકલ્પ તરીકે ‘રસના’ પ્રોડક્ટ લોન્ચ કરી હતી. ‘સસ્તા કૂલ’ સોફ્ટ ડ્રિંક તરીકે, ‘રસના’ બ્રાન્ડ ટૂંકા ગાળામાં જ દેશભરમાં લોકપ્રિય બની ગઈ.

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Exit mobile version