Site icon News Continuous Bureau | Mumbai

મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?

Reserve Bank of India imposes penalty worth Rs 1.75 crore on HSBC

રિઝર્વ બેંકએ કરી મોટી કાર્યવાહી, આ બેન્ક પર લગાવ્યો અધધ 1.73 કરોડ રૂપિયાનો દંડ.. જાણો કારણ..

 News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશની તમામ જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી અને સહકારી બેંકોનું નિયમન કરે છે. બેંક સમયાંતરે ચેક કરતી રહે છે કે બેંકની આર્થિક સ્થિતિ કેવી છે. તેમજ બેંક રિઝર્વ બેંક (Reserve Bank) દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરી રહી છે કે નહીં. જો કોઈ બેંક નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે, તો બેંક આવી સ્થિતિમાં બેંક પર ભારે દંડ ફટકારે છે. આ સાથે, જો બેંકની નાણાકીય સ્થિતિ સારી ન હોય તો, કેન્દ્રીય બેંક (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) આવી બેંકોનું લાઇસન્સ પણ રદ કરે છે. તાજેતરમાં જ સેન્ટ્રલ રિઝર્વ બેંકે એક બેંક સામે કડક કાર્યવાહી કરીને તેનું લાયસન્સ રદ (License cancel) કર્યું છે. આવી સ્થિતિમાં બેંકના ખાતાધારકો (Bank account holder) નું શું થશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ચાલો જાણીએ કે આ કઈ બેંક છે અને બેંકના ગ્રાહક ખાતામાં જમા થયેલી રકમ મેળવવા માટે હકદાર છે કે નહી.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય રિઝર્વ બેંકે જે બેંક પર આ કાર્યવાહી કરી છે તેનું નામ બાબાજી દાતે મહિલા સહકારી બેંક લિમિટેડ છે. આ મહારાષ્ટ્રના યવતમાલની સહકારી બેંક છે. રિઝર્વ બેંકે આ બેંક સામે કાર્યવાહી કરી છે કારણ કે બેંકની નાણાકીય સ્થિતિ છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ જ ખરાબ હતી.

આ સાથે આ બેંકમાં વધુ કમાણીનો કોઈ રસ્તો નહોતો. આવી સ્થિતિમાં, ગ્રાહકોની તરફેણમાં નિર્ણય લેતા, રિઝર્વ બેંકે બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત આરબીઆઈએ બેંક પર કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં ગ્રાહકો ખાતામાં પૈસા જમા કે ઉપાડી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો:  લ્યો બોલો, ઓક્ટોબરમાં ટોયોટાની આ કાર એક પણ ન વેચાઇ, કંપનીએ કરી દીધી બંધ!

ગ્રાહકના ખાતામાં જમા પૈસાનું શું થશે?

બાબાજી દાતે મહિલા સહકારી બેંક લિમિટેડના લાયસન્સ રદ કરવા અંગે માહિતી આપતા રિઝર્વ બેંકે કહ્યું કે બેંકની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આવી સ્થિતિમાં ગ્રાહકોની નાણાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ તેનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. બેંકના 79 ટકા ગ્રાહકોને આરબીઆઈની ઈન્સ્યોરન્સ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) વીમા યોજના હેઠળ જમા કરવામાં આવેલા નાણાં મળશે. DICGC એ રિઝર્વ બેંકની પેટાકંપની છે જે સહકારી બેંકના ગ્રાહકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આવી સ્થિતિમાં, ખાતાધારકની 5 લાખ રૂપિયાની ડિપોઝિટ પર, DICGC તેને સંપૂર્ણ વીમાનો દાવો આપે છે. 

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ લિસ્ટ

Share Market Fall Sensex શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોમાં ભારે ફફડાટ!
Team India Record Chase New Zealand ભારતીય ક્રિકેટ ટીમનો નવો કીર્તિમાન કિવિ ધરતી પર સૌથી મોટો સફળ રનચેઝ; ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20I માં રોમાંચક વિજય
Poland PM Praises Narendra Modi વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો રશિયાયુક્રેન યુદ્ધ વચ્ચે પોલિશ પીએમનું મોટું નિવેદન; શાંતિ અને સ્થિરતા માટે ભારતની ભૂમિકા નિર્ણાયક
Asim Munir Iran Visit તેહરાનમાં પાકિસ્તાની આર્મી ચીફની ફજેતી ટ્રમ્પનો પત્ર જોયા વગર જ રવાના કર્યા! કહ્યું ‘તમારી ફ્લાઇટ પકડીને પાછા જતા રહો’
Exit mobile version