Site icon News Continuous Bureau | Mumbai

Russia-Ukraine War Update: યુદ્ધ રોકવા માટે અબુ ધાબી બન્યું મધ્યસ્થી! રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠકની તૈયારી; શું પુતિન અને ઝેલેન્સકી માનશે?.

Russia-Ukraine War Update: અમેરિકાની મધ્યસ્થી રંગ લાવી; યુદ્ધના 4 વર્ષમાં પ્રથમવાર રશિયા અને યુક્રેન સીધી ચર્ચા માટે તૈયાર, કોઈપણ ક્ષણે થઈ શકે છે યુદ્ધ વિરામની જાહેરાત.

Russia-Ukraine War Update યુદ્ધ રોકવા માટે અબુ ધાબી બન્યું મધ્યસ્થી! રશિયા અને

Russia-Ukraine War Update યુદ્ધ રોકવા માટે અબુ ધાબી બન્યું મધ્યસ્થી! રશિયા અને

News Continuous Bureau | Mumbai
Russia-Ukraine War Update: રશિયા અને યુક્રેન વચ્ચે ૨૦૨૨થી ચાલી રહેલા ભયાનક યુદ્ધને રોકવા માટે અમેરિકાને મોટી સફળતા મળી છે. હવે ટૂંક સમયમાં જ અબુ ધાબી ખાતે એક મહત્વની બેઠક યોજાશે, જેમાં અમેરિકા, રશિયા અને યુક્રેનના ઉચ્ચ અધિકારીઓ આમને-સામને બેસીને શાંતિ કરારની બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરશે. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી અધિકારીઓ વચ્ચે મોસ્કોમાં કલાકો સુધી ગુપ્ત બેઠક ચાલી હતી.પુતિને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રશિયાના કબજામાં રહેલા યુક્રેનના ૨૦ ટકા ભાગને જો કાયમી માન્યતા મળે, તો જ તેઓ આ કરાર પર હસ્તાક્ષર કરશે.

અબુ ધાબી બેઠકનું મહત્વ

યુદ્ધના ચાર વર્ષમાં આ પ્રથમ એવી તક હશે જ્યાં બંને દુશ્મન દેશોના પ્રતિનિધિઓ એક જ ટેબલ પર બેસીને વાત કરશે. અમેરિકા અત્યારે એવો શાંતિ પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે જે રશિયા અને યુક્રેન બંનેને સ્વીકાર્ય હોય. રશિયા યુક્રેનનો મોટો હિસ્સો છોડવા તૈયાર નથી, જ્યારે યુક્રેન પોતાની જમીન પરનો દાવો જતો કરવા માંગતું નથી. આ ગૂંચ ઉકેલવા માટે અબુ ધાબીની આ બેઠક નિર્ણાયક સાબિત થશે.

Join Our WhatsApp Channel

ભારત અને અન્ય દેશો પર અસર

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવ્યા હતા, જેના કારણે ભારત પર મોટું દબાણ હતું. જો આ યુદ્ધ અટકે છે, તો વૈશ્વિક અર્થવ્યવસ્થા, કાચા તેલના ભાવ અને સપ્લાય ચેઈનમાં મોટી રાહત મળશે. ભારત માટે પણ રશિયા સાથેના વેપારી સંબંધો ફરી સામાન્ય બનાવવાની તક ઉભી થશે.

આ સમાચાર પણ વાંચો : ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ

પુતિનની શરત અને યુક્રેનનો વિરોધ

વ્લાદિમીર પુતિને અમેરિકાને રોકડું પરખાવ્યું છે કે જે ભાગ તેમના તાબામાં છે તેને યુક્રેને કાયમી ધોરણે રશિયાનો ગણી લેવો જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી આ શરતનો સખત વિરોધ કરી રહ્યા છે. જોકે, પશ્ચિમી દેશો તરફથી મળતી મદદમાં ઘટાડો અને નાટો દેશો સાથેના વધતા તણાવને જોતા જેલેન્સ્કી હવે મંત્રણાના ટેબલ પર આવવા મજબૂર બન્યા હોય તેમ જણાય છે.

Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Europe Scorching Heat Deaths યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ૮૫૪ શહેરોમાં હીટવેવથી ૫૦ હજારથી વધુ લોકોના મોત, ક્લાઈમેટ ચેન્જથી હાહાકાર!
Philippines Air Force Plane Crash ફિલિપાઈન્સ એરફોર્સના બે વિમાન આકાશમાં સામસામે અથડાયા ચાર પાઈલટોના કમકમાટીભર્યા મોત!
India Germany Research Partnership ભારત અને જર્મની વચ્ચે મોટો કરાર જર્મન ટેકનોલોજી અને ભારતીય પ્રતિભા સાથે મળીને વૈશ્વિક બજાર જીતશે!
Exit mobile version