News Continuous Bureau | Mumbai
દક્ષિણ ભારતના તમિલનાડુ (Tamil Nadu) માં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે (Heavy rain) ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે (શનિવાર), 12 નવેમ્બરે પણ ભારે વરસાદની ચેતવણી (Alert) જારી કરી છે. ભારે વરસાદની સંભાવનાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં શાળાઓમાં રજા (School closed) જાહેર કરવામાં આવી છે. સાથે જ તમિલનાડુના ચાર જિલ્લા તિરુવલ્લુર, રાનીપેટ, ડિંડીગુલ, થેની અને નીલગિરી જિલ્લા અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વચ્ચે તમિલનાડુના જિલ્લાઓમાં શાળાઓ બંધ છે.
હવામાન વિભાગ (IMD) ની ભારે વરસાદની આગાહીને જોતા તમિલનાડુના 27 જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આજે પણ ચેન્નઈ, ચેંગલપેટ, કાંચીપુરમ, તિરુવલ્લુર, તંજાવુર, તિરુવરુર, વેલ્લોર, અરિયાલુર, નીલગિરિ, ડિંડીગુલ, કોઈમ્બતુર, તિરુપથુર, રાનીપેટ, શિવગંગઈ, ત્રિચી, મયલાદુથુરાઈ, વિલ્લુપુરમ, સલેમ, રામનાથપુરમ, પુડુકોટ્ટઈ, થેની સહિત 27 જિલ્લાઓમાં બંધ છે. આ સાથે જ પુડુચેરી અને કરાઈકલની શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો, ઓક્ટોબરમાં ટોયોટાની આ કાર એક પણ ન વેચાઇ, કંપનીએ કરી દીધી બંધ!
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વ શ્રીલંકાના આજુબાજુના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર શનિવાર સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ તમિલનાડુ અને પુડુચેરી કિનારા તરફ આગળ વધી શકે છે. આ પછી તે ઉત્તર પશ્ચિમ દિશામાં તમિલનાડુ અને કેરળ તરફ આગળ વધી શકે છે. જેના કારણે આંતરિક તમિલનાડુ અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
જણાવી દઈએ કે આ વર્ષે ચેન્નઈમાં ભારે વરસાદને કારણે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિજ્ઞાનના પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલચંદ્રને ચેન્નઈના હવામાન પર વાત કરતા જણાવ્યું હતું કે 1 નવેમ્બરના રોજ નુંગમ્બક્કમમાં 8 સેમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 30 વર્ષમાં પહેલી વાર છે. જયારે છેલ્લા 72 વર્ષમાં ત્રીજી વખત આટલો વરસાદ થયો છે. માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે 1990માં ચેન્નઈમાં 13 સેમી અને 1964માં 11 નવેમ્બરે બંને વખત 11 સેમી વરસાદ પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?