Site icon

1 જૂનથી બગડી જશે તમારું બજેટ, આ 3 મોટા ફેરફાર માટે રહો તૈયાર

આમ તો દરેક મહિનાની પહેલી તારીખ લોકો માટે ખાસ હોય છે. કારણ કે આ દિવસે નાણાં સંબંધિત ઘણા ફેરફારો જોવા મળે છે. પરંતુ 1 જૂને તમારા જીવનના ત્રણ મોટા ફેરફારો જોવા મળશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

Mutual funds, PNB ATM charge, GST: New rules from May 1 that impact your budget

નવો મહિનો નવા નિયમ.. LPGથી લઈને GST સુધીના આ 5 મોટા નિયમો આજથી બદલાઈ ગયા, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર..

News Continuous Bureau | Mumbai

આમ તો દરેક મહિનાની પહેલી તારીખ લોકો માટે ખાસ હોય છે. કારણ કે આ દિવસે નાણાં સંબંધિત ઘણા ફેરફારો જોવા મળે છે. પરંતુ 1 જૂને તમારા જીવનના ત્રણ મોટા ફેરફારો જોવા મળશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એટલા માટે સમજી વિચારીને ફાઇનાન્સ સંબંધિત પ્લાન બનાવો. નહિંતર, ફટકો પડી શકે છે. આપને જણાવી દઈએ કે, 1 જૂને ઘરેલુ ગેસ સહિત સીએનજી (CNG) પીએનજી (PNG) ના દરોમાં વધારો થવાની સંભાવના છે. સાથે જ વાહનો પર પણ રૂપિયા વધવાની પૂરી અપેક્ષા છે.

Join Our WhatsApp Community

LPG ના ભાવમાં ફેરફારની સંભાવના

આપને જણાવી દઈએ કે, મે મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, 1 જૂને ઘરેલુ 14 કિલોના સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો થવાની સંભાવના છે. તેની સાથે સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો નિશ્ચિત માનવામાં આવે છે. જો કે, આ ચૂંટણીનું વર્ષ છે તેથી સરકાર કાળજીપૂર્વક વિચાર્યા પછી કોઈપણ પ્રોડક્ટ પર રૂપિયા નક્કી કરશે.

ટૂ વ્હીલર ખરીદવું થશે મોંઘું

મળતી માહિતી મુજબ, ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાનું સપનું જોનારા લોકો માટે દુખદ સમાચાર છે. કારણ કે, 1 જૂનથી ઈલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનોના ભાવમાં વધારો થશે. 21 મેના રોજ જારી કરાયેલી નોટિફિકેશનના આધારે હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ સબસિડી 15 હજાર રૂપિયા પ્રતિ kWh હતી. જે ઘટાડવાનો આદેશ આપવામાં આવશે. નિષ્ણાતોના મતે 1 જૂનથી ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી 25થી 30 હજાર રૂપિયા મોંઘી થઈ જશે.

દાવા વગરના રૂપિયા પરત કરવામાં આવશે

1 જૂનથી આરબીઆઈની સૂચના મુજબ, બેંક દાવો ન કરેલી થાપણોને પરત કરવા માટે એક અભિયાન શરૂ કરશે. બેંકની ટીમ રૂપિયાના વારસદારને શોધી કાઢશે. તેમજ રૂપિયા પણ તેને પરત કરવામાં આવશે. આ ઝુંબેશ 1 મહિનાથી વધુ ચાલશે તેવી અપેક્ષા છે. જેથી બેંક પર કોઈનું લેણું ના રહે. 

આ સિવાય પેટ્રોલ અને ડીઝલના દર લાંબા સમયથી સ્થિર છે એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો દરેકને ડર છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Donald Trump: ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધો લગાવવા માટે લાવી રહી છે કાયદો, ભારતની મુશ્કેલીઓ વધશે
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Exit mobile version