Site icon

લ્યો બોલો, ઓક્ટોબરમાં ટોયોટાની આ કાર એક પણ ન વેચાઇ, કંપનીએ કરી દીધી બંધ!

 News Continuous Bureau | Mumbai

મારુતિ સુઝુકી (Maruti Suzuki) ની એસ-ક્રોસની જેમ, સુપ્રસિદ્ધ જાપાની ઓટોમેકર ટોયોટા (Toyota) એ પણ પોતાની કાર અર્બન ક્રુઝર (Urban cruiser) ને વેબસાઇટ પરથી હટાવી દીધી છે. કસ્ટમરની ઉદાસીનતાના કારણે કંપનીએ આ કર્યું છે. વાસ્તવમાં આ સબ-કોમ્પેક્ટ એસયુવી (SUV) ને ઓક્ટોબર મહિનામાં એક પણ કસ્ટમર મળ્યો ન હતો અને તેનું વેચાણ ‘0’ રહ્યું હતું.

Join Our WhatsApp Community

દર મહિને આટલા યુનિટનું વેચાણ થતું હતું

રુશલેનના રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2022માં કારના સેલના આંકડાઓ અનુસાર ટોયોટા અર્બન ક્રુઝરનું એક પણ યુનિટ વેચાયું ન હતું. અગાઉ મારુતિ સુઝુકીએ પણ આવું પગલું ભર્યું હતું. કંપનીના S-Cross ને સતત ત્રણ મહિના સુધી કોઇ કસ્ટમર મળ્યો ન હતો જેના પછી વેબસાઇટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટોયોટાની અર્બન ક્રુઝર દર મહિને સરેરાશ 2,000થી 3,000 યુનિટ વેચતી હતી. પરંતુ ઓક્ટોબર 2022માં તેનું સેલ શૂન્ય પર આવી ગયું.

આ સમાચાર પણ વાંચો: ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

ટોયોટા અર્બન ક્રુઝર કિંમત (Toyota Urban Cruiser Price)

જ્યારે જાપાની ઓટોમેકર ટોયોટાએ તેની સબ-કોમ્પેક્ટ એસયુવી, અર્બન ક્રુઝર લોન્ચ કરી, ત્યારે તેને કસ્ટમર તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. તેની કિંમત 9.03 લાખ રૂપિયાથી 11.73 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. પરંતુ બજારમાં આ સીરીઝમાં કસ્ટમરને વધુ ઓપ્શન મળતાં તેનો કસ્ટમર આધાર ઘટતો ગયો અને તે એટલું ઘટી ગયું કે એક મહિનામાં એક પણ યુનિટ વેચી શકાયું નહીં અને કંપનીને તેની વેબસાઇટ પરથી તેને દૂર કરવાની ફરજ પડી.

સપ્ટેમ્બરમાં માત્ર આટલી કાર વેચાઇ હતી

મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ શક્યતાઓ છે કે કંપનીએ અર્બન ક્રુઝરને બંધ કરી દીધી છે. જો કે ટોયોટા દ્વારા આ અંગે કોઇ ઓફિશિયલ ટિપ્પણી કરવામાં આવી નથી. માત્ર ઓક્ટોબરમાં જ નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટોયોટા અર્બન ક્રુઝરના સેલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેટા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં માત્ર 330 યુનિટ્સનું સેલ થયું હતું.

મારુતિ અર્બન ક્રુઝર બનાવે છે

ટોયોટાનો મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India) સાથે કરાર છે. આ અંતર્ગત મારુતિ કંપની માટે અર્બન ક્રુઝર બનાવે છે. વાસ્તવમાં, અર્બન ક્રુઝર એ મારુતિની વિટારા બ્રેઝા અને ગ્લાન્ઝા મારુતિની (Maruti’s Vitara Brezza and Glanza)  બલેનોનું રી-બેજ વર્ઝન છે. તે 105PS અને 138Nm સાથે 1.5-લિટર પેટ્રોલ એન્જિન (5-સ્પીડ મેન્યુઅલ અથવા 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે) મેળવે છે.

આ સમાચાર પણ વાંચો: કામના સમાચાર – બેંક લોકર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર – RBI એ કહ્યું- વસ્તુ રાખતા પહેલા જાણી લો આ નિયમો

સેલ લાંબા સમયથી મજબૂત

ભલે ટોયોટા મોટર્સે હવે તેની વેબસાઇટ પરથી અર્બન ક્રુઝરને બંધ કરી દીધું છે, પરંતુ આ વાહન કસ્ટમરની ફેવરિટ લિસ્ટમાં લાંબા સમયથી છે. આ વર્ષે એપ્રિલ સુધી તેની 20 લાખ કાર વેચાઇ ચૂકી છે. કંપનીએ તેની 20 લાખમી કાર કેરળના તિરુચિરાપલ્લીના કસ્ટમરને ડિલિવરી કરી હતી.

Campa Cola: કોલ્ડ ડ્રિંક્સનો કિંગ કોણ? કેમ્પા કોલાની તાકાત સામે કોક-પેપ્સીનું સામ્રાજ્ય જોખમમાં, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.
Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.
Exit mobile version