Site icon News Continuous Bureau | Mumbai

Trump Tarif: ટ્રમ્પ કયા દેશ પર લગાવશે 500% ટેરિફ, શું ભારત છે તે દેશ? જાણો મોટા સમાચાર

Trump Tarif: અમેરિકી સેનેટના 50 સેનેટરો દ્વારા રશિયા સામે કડક પગલાં લેવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.

Trump to Impose 500% Tariff on Which Country? Is India Affected? Big News Inside

Trump to Impose 500% Tariff on Which Country? Is India Affected? Big News Inside

News Continuous Bureau | Mumbai

Trump Tarif: અમેરિકી સેનેટના 50 સેનેટરો (રિપબ્લિકન અને ડેમોક્રેટ)એ રશિયા સામે એક નવું કડક આર્થિક પ્રતિબંધ પ્રસ્તાવિત કર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાની ઊર્જા વેચાણ પર ભારે અસર પાડવાનો છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, ડ્રાફ્ટ બિલમાં કહેવામાં આવ્યું છે કે જો રશિયા યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો કરવા ઇનકાર કરે છે અથવા કોઈ સમજૂતી તોડે છે, તો તેના તેલ, ગેસ અને યુરેનિયમ પર 500% ટેરિફ લગાવવામાં આવશે. અમેરિકા રશિયાને આર્થિક રીતે નબળું કરવા માટે નવા પ્રતિબંધોની યોજના બનાવી રહ્યું છે

Join Our WhatsApp Channel

 

રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ ફેબ્રુઆરી 2022થી ચાલુ છે. અમેરિકા ઇચ્છે છે કે રશિયા જલ્દીથી જલ્દી શાંતિ વાટાઘાટોમાં સામેલ થાય. આ માટે રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો પહેલાથી જ લગાવવામાં આવ્યા છે, પરંતુ રશિયા હજી પણ તેલ અને ગેસની વેચાણથી મોટી આવક મેળવી રહ્યું છે. ખરીરીતે જોઈએ તો રશિયાની આર્થિક સ્થિતિનો મોટો હિસ્સો તેલ અને ગેસની વેચાણ પર આધાર રાખે છે. આ માટે અમેરિકા, યુરોપ અને અન્ય દેશોને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાથી રોકવા માટે ભારે ટેક્સ લગાવવાની તૈયારીમાં છે. જો રશિયા પાસેથી કાચું તેલ ખરીદવું મોંઘું થઈ જાય, તો અન્ય દેશો માટે પણ રશિયા સાથે વેપાર કરવું મુશ્કેલ થઈ જશે

આ સમાચાર પણ વાંચો: Iran US Nuclear Deal : ટ્રમ્પની ધમકીથી ન ડર્યું ઈરાન, આંખો દેખાડી આપ્યો પડકાર; કહ્યું- તમે હુમલો કરશો તો અમે પણ…

અમેરિકાના નિર્ણયનો સમર્થન

રશિયા સામે અમેરિકાના આ પગલાનો રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ સમર્થન કરી રહ્યા છે. અમેરિકા માં સામાન્ય રીતે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ઘણા મુદ્દાઓ પર મતભેદ રાખે છે, પરંતુ રશિયા સામેના પ્રતિબંધોને લઈને તેઓ એક દેખાઈ રહ્યા છે. યુરોપ પણ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવા પર આધાર રાખે છે, પરંતુ જો અમેરિકા રશિયા પર 500% ટેરિફ લગાવે છે, તો યુરોપને પણ મજબૂરીથી બીજા વિકલ્પો શોધવા પડશે.

UK Daylight Saving Time Ends બ્રિટનમાં આવતીકાલે ઘડિયાળ ૧ કલાક પાછળ થશે રાત્રે ૨ વાગ્યે ફરી વાગશે ૧, જાણો રસપ્રદ કારણ!
India Defeats New Zealand In 2nd T20I ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો શાનદાર વિજય; ઓલરાઉન્ડ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે શ્રેણી જીત તરફ એક ડગલું આગળ
Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Europe Scorching Heat Deaths યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ૮૫૪ શહેરોમાં હીટવેવથી ૫૦ હજારથી વધુ લોકોના મોત, ક્લાઈમેટ ચેન્જથી હાહાકાર!
Exit mobile version