Site icon

Trump Greenland Mission: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર નવો દાવ; જાણો શું છે અમેરિકાનું ‘શાંતિ સૂત્ર’ અને કેમ આ ટાપુ પર છે ટ્રમ્પની નજર’.

Trump Greenland Mission:યુરોપિયન દેશો પર ટેરિફની ધમકી ટ્રમ્પે પાછી ખેંચી; આર્કટિકમાં રશિયા-ચીનને રોકવા અને ખનિજ સંપત્તિ મેળવવા માટે તૈયાર થયો ‘ગોલ્ડન ફ્રેમવર્ક’.

Trump Greenland Mission ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર નવો દાવ; જાણો શું છે

Trump Greenland Mission ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર નવો દાવ; જાણો શું છે

News Continuous Bureau | Mumbai
Trump Greenland Mission: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના મુદ્દે મોટો યુ-ટર્ન લીધો છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં નાટો સેક્રેટરી જનરલ સાથેની બેઠક બાદ ટ્રમ્પે જાહેર કર્યું કે તેઓ ગ્રીનલેન્ડ માટે કોઈ લશ્કરી બળનો ઉપયોગ કરશે નહીં. આ સાથે જ તેમણે યુરોપિયન દેશો પર લાદવામાં આવનારી 10% થી 25% સુધીની ટેરિફની ધમકી પણ હાલ પૂરતી પાછી ખેંચી લીધી છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડને લઈને એક એવો ‘લાંબાગાળાનો અને અંતિમ’ કરાર તૈયાર થયો છે જેનાથી તમામ પક્ષો ખુશ થશે.ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલેન્ડનું અમેરિકી નિયંત્રણમાં હોવું જરૂરી છે, પરંતુ તેઓ આ લક્ષ્યને હાંસલ કરવા માટે બળપ્રયોગ કરવા માંગતા નથી. તેમણે આડકતરી રીતે કહ્યું કે તેમની પાસે કોઈને પણ હરાવવાની તાકાત છે, પણ તેઓ શાંતિપૂર્ણ સમજૂતીમાં માને છે.

શું છે ટ્રમ્પનો નવો ‘ગ્રીનલેન્ડ ફોર્મ્યુલા’?

ટ્રમ્પના નવા પ્રસ્તાવ મુજબ, ગ્રીનલેન્ડ પર સંપૂર્ણ કબજો કરવાને બદલે એક એવું ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે જે અમેરિકાની ત્રણ મુખ્ય જરૂરિયાતો પૂરી કરશે:
સુરક્ષા જરૂરિયાત: ગ્રીનલેન્ડમાં અમેરિકાની પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવી.
ખનિજ સંપત્તિ: આર્કટિક ક્ષેત્રમાં રહેલા દુર્લભ ખનિજો સુધી અમેરિકાની પહોંચ સુનિશ્ચિત કરવી.
ભૂ-રાજકીય પ્રભુત્વ: આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની વધતી જતી મહત્વકાંક્ષાઓ પર રોક લગાવવી.

Join Our WhatsApp Community

પુતિને શું કહ્યું? ‘ગ્રીનલેન્ડ અમારી ચિંતા નથી’

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગ્રીનલેન્ડમાં શું થાય છે તેમાં રશિયાને કોઈ રસ નથી. પુતિને ડેનમાર્ક પર કટાક્ષ કરતા કહ્યું કે ડેનમાર્કે હંમેશા ગ્રીનલેન્ડ સાથે એક વસાહત (Colony) જેવો વ્યવહાર કર્યો છે. પુતિને ટેલિવિઝન સંબોધનમાં કહ્યું, “આ અમારો વિષય નથી, મને લાગે છે કે તેઓ અંદરોઅંદર આ મુદ્દો ઉકેલી લેશે.”

આ સમાચાર પણ વાંચો : India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત

વૈશ્વિક ટ્રેડ વોરનું જોખમ ટળ્યું

ટ્રમ્પ દ્વારા ટેરિફની ધમકી પાછી ખેંચી લેવાને કારણે વૈશ્વિક બજાર અને નાટો દેશોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી એવી આશંકા હતી કે અમેરિકા અને યુરોપ વચ્ચે મોટું વેપાર યુદ્ધ ફાટી નીકળશે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડવાની હતી. હવે બધું ડિપ્લોમસી (મુત્સદ્દીગીરી) દ્વારા ઉકેલાય તેવા સંકેતો મળી રહ્યા છે.

Trump’s Next Target Diego Garcia: ગ્રીનલેન્ડ બાદ ટ્રમ્પની નજર હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ટાપુ પર; ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં આવશે મોટો ઉછાળો
India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version