Site icon News Continuous Bureau | Mumbai

Weather in Nagpur : નાગપુરમાં હવામાન બદલાયું, ભારે વરસાદને કારણે નદીઓમાં પુર. શહેર આખું પાણી હેઠળ.

Weather in Nagpur : નાગપુર શહેરમાં આખી રાત ભારે વરસાદ, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા, અનેક વાહનોને ભારે નુકસાન, નાગ નદીમાં પુર

Weather in Nagpur : Heavy rain Brings Problem for Nagpur.

Weather in Nagpur : Heavy rain Brings Problem for Nagpur.

News Continuous Bureau | Mumbai 

Weather in Nagpur : નાગપુરમાં(Nagpur) હવામાન(weather) બદલાયું છે. મધ્યરાત્રિથી ભારે વરસાદ છે . શહેરમાં મુશળધાર વરસાદને(rain) કારણે નાગ નદીમાં પૂર (flood)આવ્યું છે. નાગ નદીના કિનારે આવેલા ઘરોમાં પૂરના પાણી(water) ઘૂસી ગયા છે. તેમજ પૂરના પાણી ઘુસવાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. પાણી ઘૂસવાને કારણે અનેક વાહનોને પણ નુકસાન થયું છે. નાગપુરમાં મધરાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.

Join Our WhatsApp Channel

Weather in Nagpur: નાગપુર શહેરમાં હવામાન બદલાયું છે મોડીરાત્રે પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે.

વાડીમાં વાદળ ફાટવાના કારણે નાગ નદી છલકાઈ છે. નાગ નદી કિનારે પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા છે. સંજીવ હઝારી, સેપુ એપાર્ટમેન્ટ, અટકરી, માંકે પાટીલ, રમેશ વિલોનકર, પાંડુરંગ અને હડકર, નવનાથ બાગવાલે અને સત્યસાઈ સોસાયટીના અનેક ઘરોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. હજારીના ઘરની દિવાલ કમ્પાઉન્ડ ધરાશાયી થઈ ગઈ છે. અટકરી, રમેશ વિલોંકરનો મીઠા પાણીનો કૂવો પૂરના પાણીમાં તણાઈ ગયો હતો અને ઓવરફ્લો થઈ ગયો હતો, આ વિસ્તારના તમામ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ત્રણ ફૂટ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શનિવારે સવારે 4 થી 5:30 સુધી ભયજનક ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે રેકોર્ડ બ્રેક ભારે વરસાદ નોંધાયો છે.

Weather in Nagpur: નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ

નાગપુર શહેરમાં રાત્રિથી ભારે વરસાદને કારણે જરૂરી કામ સિવાય કોઈએ ઘરની બહાર ન નીકળવા માટે નાગરિકોને ચેતવણી આપવામાં આવી રહી છે. સતત મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ તેમજ રસ્તાઓ પર પાણી જમા થયા છે. નદી નાળાઓમાં પાણી વધી રહ્યું હોવાથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ લોકોને કહેવામાં આવ્યું છે કે ઇમરજન્સીમાટે સરકારનો સંપર્ક કરે.

 

આ સમાચાર પણ વાંચો : Outreach Programme : આઉટરીચ પ્રોગ્રામ હેઠળ NIFT ગાંધીનગર દ્વારા ફેશન રિપોર્ટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version