Site icon

World’s first eye transplant: દુનિયામાં પહેલી વખત થયું સંપૂર્ણ આંખનું ટ્રાન્સપ્લાન્ટ, જાણો શું થશે આનો ફાયદો? વાંચો વિગતે..

world’s first eye transplant: શરીરનું સૌથી નાજુક અંગ ગણાતી આંખનું હવે સફળતાપૂર્વક સંપુર્ણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અંધકારમાં ઝઝૂમી રહેલા લોકો માટે એક દિલાસાના સમાચાર છે. અમેરિકાના ન્યુયોર્કના ડોકટરોની એક ટીમે આંખના આખા ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં સફળતા મેળવી છે.

These 5 signs are seen in the body due to increased cholesterol levels Eye

These 5 signs are seen in the body due to increased cholesterol levels Eye

News Continuous Bureau | Mumbai 

world’s first eye transplant: શરીરનું સૌથી નાજુક અંગ ગણાતી આંખનું હવે સફળતાપૂર્વક સંપુર્ણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. વિશ્વમાં અંધત્વની હાજરીને કારણે, ખૂબ મોટી વસ્તીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અંધજનોએ આખું જીવન અંધકારમાં વિતાવવું પડે છે. વિશ્વમાં લગભગ 37 મિલિયન લોકો, એટલે કે 3.7 કરોડ લોકો અંધત્વનો સામનો કરી રહ્યા છે. આવા અંધ લોકોના જીવનમાં નવો પ્રકાશ આપનારા સમાચાર છે . જો તમારી પાસે દરેક સુખ-સુવિધા છે, પરંતુ તમારી પાસે તે આનંદ માણવા માટે આંખો નથી, તો વિશ્વ વ્યર્થ છે. આવા અંધકારમાં ઝઝૂમી રહેલા લોકો માટે એક દિલાસાના સમાચાર છે. અમેરિકાના ન્યુયોર્કના ડોકટરોની એક ટીમે આંખના આખા ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં સફળતા મેળવી છે. મેડિકલ સાયન્સમાં આ એક મોટી સફળતા માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

અંધત્વ આવવાના ઘણા કારણો છે. કેટલાક કિસ્સાઓમાં દ્રષ્ટિ પાછી મેળવવામાં સફળતા પણ મળે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણી દ્રષ્ટિ ધૂંધળી થતી જાય છે. તેથી દરેકને ડર છે કે તેઓ તેમની દ્રષ્ટિ ગુમાવશે. ઘણીવાર આંખોમાં જાંખપનું કારણ મોતિયો હોય શકે છે. મોતિયા બિંદુ વધતી ઉંમર સાથે થાય છે. અને મોતિયાની સારવાર સર્જરી દ્વારા કરી શકાય છે. કેટલીકવાર અંધત્વ જન્મજાત હોય છે. આકસ્મિક રીતે દ્રષ્ટિ પણ ખોવાઈ જાય છે. કેટલાક કિસ્સામાં અકસ્માતને કારણે પણ દ્રષ્ટિ જતી રહે છે, તો કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આમાં કેટલાક કોષોને દૂર કરીને અંધત્વને દૂર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જો જન્મજાત અંધત્વ હોય તો આંખની કીકી, રક્ત પુરવઠા અને ઓપ્ટિક નર્વને લગતી સમસ્યાઓ જટિલ હોય છે.

 આ ટ્રાન્સપ્લાન્ટ એરોન જેમ્સ પર કરવામાં આવ્યું હતું…

આખા આંખના પ્રત્યારોપણમાં, આંખની કીકી, રક્ત પુરવઠો અને મગજ સાથે જોડાયેલ ઓપ્ટિક નર્વનું ઓપરેશન કરવામાં આવે છે. અત્યાર સુધી આખી આંખનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહોતું. પરંતુ ન્યૂયોર્કમાં ડોક્ટરોની ટીમે તેને શક્ય બનાવ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપી (AFP) ના જણાવ્યા અનુસાર ડોનરની ડાબી આંખ સાથે તેના ચહેરાના ભાગને પણ કાઢી નાખવામાં આવ્યો હતો અને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આમાં રક્ત પુરવઠા પેશી સાથે ઓપ્ટિક ચેતાનો સમાવેશ થાય છે. આ ટ્રાન્સપ્લાન્ટ એરોન જેમ્સ પર કરવામાં આવ્યું હતું, જે અરાકાન્સમાં રહેતા હતા.

એનવાયયુ લેંગોન હેલ્થની સર્જિકલ ટીમને લીડ કરી રહેલા ડોક્ટર ડોકેટર એડ્યુઆર્ડો રોડ્રિગ્ઝએ જણાવ્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટ કરેલી આંખમાં સર્જરીના છ મહિનાની અંદર રક્તવાહિનીઓ અને રેટિના સારી રીતે કાર્યરત થશે. ત્યારપછીજ કહી શકાશે કે એરોન જોઈ શકશે કે નહીં. ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં 21 કલાકનો સમય લાગ્યો હતો. અમે સંપૂર્ણ આંખનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, જે એક મોટું પગલું છે જેના વિશે સદીઓથી વિચારવામાં આવ્યું હતું પરંતુ ક્યારેય શક્ય ન હતું. અત્યાર સુધી ડોકટરો માત્ર કોર્નિયા એટલે કે આંખના આગળના ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હતા, પરંતુ હવે આખી આંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આશા છે કે પરિણામ સકારાત્મક આવશે.

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version