Site icon

લો બોલો-ઘરમાંથી આટલા કોકરોચ મળે તો આ કંપની આપે છે રૂ દોઢ લાખ -જાણો શું કારણ છે તેની પાછળ

News Continuous Bureau | Mumbai 

કોકરોચ (વાંદા)(Cockroach) ઘણા ઘરોમાં સામાન્ય રીતે જોવા મળે છે. જોકે તાજેતરમાં એક કંપનીએ જેમના ઘરમાં 100 થી વધુ કોકરોચ છે એવા લોકોને જબરજસ્ત ઓફર કરી છે. અમેરિકાની(USA) એક કંપનીએ લોકોને જે ઓફર કરી છે, તેના બદલામાં લોકોને લાખો રૂપિયા પણ મળવાના છે. આ ઓફરની અત્યારે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

Join Our WhatsApp Community

નોર્થ કેરોલિના(North Carolina) સ્થિત કંપની ધ પેસ્ટ ઇન્ફોર્મર(Paste Informer) એવા ઘરો માટે $2,000 (લગભગ રૂ. 1.50 લાખ) ચૂકવી રહી છે જેમાં ઓછામાં ઓછા 100 કોકરોચ છે. આ વિચિત્ર ઓફર સાંભળીને ઘણા ચોંકી જાય છે. નોર્થ કેરોલિના સ્થિત પેસ્ટ કંટ્રોલ કંપની(Pest control company) તેની નવી પેસ્ટ કંટ્રોલ દવા પર સંશોધન કરી રહી છે.

આવી સ્થિતિમાં તેમને એક સાથે અનેક કોકરોચની જરૂર પડે છે. જેના પર તેઓ પ્રયોગ કરી શકે છે. હવે કંપની દેશભરમાં એવા પરિવારોને શોધી રહી છે કે જેમના ઘરમાં ઓછામાં ઓછા 100 કોકરોચ હોય અથવા તેમના ઘરમાં કોકરોચ મૂકી શકે. 

કંપની આ કોકરોચ પર ચાંપતી નજર રાખશે. આ કંપની જંતુઓને મારવા માટે દવા આપે છે, તેથી તે આવી જગ્યા શોધી રહી છે. કંપની 5 થી 7 પરિવારો શોધી રહી છે જ્યાં કોકરોચ રાખી શકાય. ત્યારબાદ કંપની આ જંતુઓ પર ખાસ પેસ્ટ કંટ્રોલ ટેકનિકનો(Pest control technique) ઉપયોગ કરશે.

આ સમાચાર પણ વાંચો :  બ્યૂટી ટિપ્સ- 40 વર્ષની ઉંમર પછી ઢીલી પડતી ત્વચાને કડક બનાવવા માટે અજમાવી જુઓ આ સરળ ઘરેલું ઉપાયો

આ અભ્યાસ દ્વારા એ જોવામાં આવશે કે નવી ટેકનીક કોકરોચ પર કેટલી અસર કરે છે. જે પરિવાર પોતાનું  ઘર કંપની સંશોધન માટે આપશે. કંપની તેના ઘરમાં 100 અમેરિકન કોકરોચ છોડશે. રિસર્ચ કંપનીનું રિસર્ચ એક મહિના સુધી ચાલશે.

આ સમયગાળા દરમિયાન ઘરના તમામ કોકરોચનો નાશ થયો તો  ઠીક છે, નહીં તો કંપની સંશોધન પૂર્ણ થયા પછી દવાઓની મદદથી બાકીના કોકરોચનો નાશ કરશે અને ઘર ફરી કોકરોચ મુક્ત થઈ જશે. જો કે, કંપનીએ શરત મૂકી છે કે આ સંશોધન માટે કોઈપણ ઘર યુનાઇટેડ સ્ટેટ્સમાં હોવું આવશ્યક છે. સંશોધન માટે મકાનમાલિકે લેખિત પરવાનગી આપવાની જરૂર રહેશે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version