News Continuous Bureau | Mumbai
કોકિલકંઠી ભારત રત્ન લતા મંગેશકરના(Bharat Ratna Lata Mangeshkar) નિધન બાદ મુંબઈના દાદરના છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન (શિવાજી પાર્ક)(Chhatrapati Shivaji Maharaj Udyan in Dadar) ખાતે તેમના અંતિમ સંસ્કાર(Funeral) કરવામાં આવ્યા હતા. આ અંતિમ સંસ્કાર કાર્યક્રમ પાછળ એક કરોડ એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે.
કોરોનાનો(Corona) ચેપ લાગ્યા બાદ લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર બાદ લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે નિધન થયું હતું. તેમના અવસાન બાદ હવે પછીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક(Shivaji Park) સ્થિત ભાગોજી કીર સ્મશાનગૃહમાં(Bhagoji Keer crematorium) થવાના હતા, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi), રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને અન્ય મહત્વના મહાનુભાવો હાજર રહેવાના હતા. તેથી અંતિમ સંસ્કાર નો કાર્યક્રમ દાદરના છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન (શિવાજી પાર્ક) ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ છેલ્લી ઘડીએ અંતિમ સંસ્કાર ની વ્યવસ્થા માટે અન્ય મંડપ, ખુરશીઓ, સોફા સેટ, વીવીઆઈપી વેનિટી વાન, એલઈડી લાઈટો, અંતિમ સંસ્કાર નું જીવંત પ્રસારણ, માસ્ક માટે ચંદનનું લાકડું, ફૂલ ડેકોરેશન વગેરે પાછળ 1 કરોડ 01 લાખ 71 હજાર 404 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ વિવિધ પ્રકારના મંડપ, ખુરશી સોફા સેટ, રેડ કાર્પેટ, બેરીકેટ્સ અને સાઉન્ડ સિસ્ટમ પાછળ 21 લાખ 61 હજાર રૂપિયા, VVIP વેનિટી વાન અને LED લાઇટની વ્યવસ્થા માટે 4,43,658 રૂપિયા, અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારના જીવંત પ્રસારણની વ્યવસ્થા (Live broadcast system) માટે 5,42,682 રૂપિયા, શરીર ઢાંકવા માટે ચંદનનું લાકડા પાછળ 68,63,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. ફ્લાવર ડેકોરેશન માટે 1,60,000 રૂપિયાનો ખર્ચ થયો હતો.
