ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ અનુસાર, શિવસેના, આપ અને જેડીયુ સહિતના 14 પ્રાદેશિક પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા 2019-20માં 447.49 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
આ રકમ આ પક્ષોની આવકના 50.97 ટકા જેટલી છે. પોલ રાઇટ ગ્રુપના રિપોર્ટ અનુસાર 2019-20માં દેશભરના 42 સ્થાનિક પક્ષોની કુલ આવક 977.957 કરોડ રૂપિયા હતી.
ટીઆરએસની આવક સૌથી વધુ રૂ.130.46 કરોડ રહી છે, જે તમામ પક્ષોની કુલ આવકના 14.86 ટકા છે.
શિવસેનાની આવક રૂ.111.403 કરોડ અથવા 12.69 ટકા છે. જ્યારે વાયએસઆર-કોંગ્રેસની આવક રૂ.92.739 કરોડ રહી છે, જે 42 પ્રાદેશિક પક્ષની કુલ આવકના 10.56 ટકા છે.