ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુલાઈ 2020
કોરોનાની મહામારી બાદ અનલોક દરમિયાન ગઈ 11 જૂન થી તિરુપતિ બાલાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે આ મંદિરના 21 પૂજારી સહિત સ્ટાફના માણસો મળીને કુલ 158 લોકો કોરોના ગ્રસ્ત જાહેર કરાયા છે. જેમાં પૂજારી ઉપરાંત સુરક્ષા કર્મચારીઓ પણ મોટા પ્રમાણમાં સંક્રમિત થયા છે. તેની માહિતી તીરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ એ આપી છે. નોંધનીય વાત છે કે તામિલનાડુમાં મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવાને કારણે વાયરસના પ્રસારમાં તેજી આવી છે. જેમાં તિરુમાલા મા કામ કરતા કર્મચારી ની સંખ્યા સૌથી વધુ છે. આમ છતાં "આવનારા ભક્તો માટે મંદિરના દરવાજા ખુલ્લા જ રહેશે" એમ બોર્ડના અધ્યક્ષએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે તિરૂપતિના મંદિરમાં સુરક્ષાના અને કોરોના ના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત તમામ લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે જ્યારે કુલ 158 માંથી મુખ્ય પૂજારી સહિત 70 લોકો હળવા લક્ષણો ની સારવાર બાદ સારા પણ થઇ ગયા છે…
ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં એક જ દિવસમાં કુલ 4538 નવા કેસ સામે આવ્યા છે અને આનો કુલ આંકડો 160,907 સુધી પહોંચી ગયો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
