Site icon News Continuous Bureau | Mumbai

મેરઠના 25 વર્ષીય યુવા ઝવેરીએ બનાવી અધધ 12638 હીરાજડિત વીંટી, ગિનિસ બુકમાં નોંધાવ્યો રેકોર્ડ… તમે પણ જુઓ તેની તસવીરો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ડિસેમ્બર 2020 

એક મહિના પહેલા હૈદરાબાદના ઝવેરી કોટ્ટી શ્રીકાંતે 7901 હીરા જડિત અંગૂઠી બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો.  પરંતુ હવે તેમનો આ રેકોર્ડ તૂટી ગયો છે.

ઉત્તર પ્રદેશના મેરઠના યુવા જ્વેલરી ડિઝાઇનર હર્ષિત બંસલે 12638 હિરાની અંગૂઠી બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 

 

આ અનોખી અંગૂઠીનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે. 

25 વર્ષીય યુવા ડિઝાઇનર હર્ષિત બંસલે હજારો હિરોને તરાશીને આ વીંટી બનાવી છે. હર્ષિત તેવા પહેલા વ્યક્તિ છે જેમણે આ અંગૂઠીમાં એક સાથે આટલા હિરા લગાવ્યા છે.

હર્ષિત આ સાથે જ ભારતનું નામ પણ વિશ્વ ફલક પર ફેલાવ્યું છે. તે તેનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ રીંગ સરળતાથી પહેરી શકાય છે અને તે આરામદાયક પણ છે.

હર્ષિત બંસલે જણાવ્યું હતું કે આ રિંગ બનાવવાનો વિચાર બે વર્ષ પહેલા તેમને આવ્યો હતો, જ્યારે તે ગુજરાતના સુરતમાં જ્વેલરી ડિઝાઇનથી સંબંધિત અભ્યાસ કરતો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે આ વીંટીમાં 8 સ્તરો છે અને 138 પાંદડા હીરાથી ભરેલા છે. રીંગમાંના બધા હીરા VSVVS ગુણવત્તાવાળા કુદરતી અને IGI પ્રમાણિત હીરા છે. 

મેં જયારે આ રિંગ ડિઝાઇન કરી. ત્યારે સુરતમાં કંપનીના 28 કારીગરોને આ અંગૂઠી બનાવવામાં મદદ કરી હતી.

 

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version