Site icon News Continuous Bureau | Mumbai

અરરરર…!! ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલો દાવાનળ 300 કરોડ સજીવોને ભરખી ગયો. .

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 જુલાઈ 2020

2019-20 વર્ષમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં 300 કરોડ સજીવો બળીને ખાખ થયા હોવાનો દાવો વલ્ડ વાઈડ ફંડ ફોર નેચરે કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે આ અગાઉ 120 કરોડ સજીવો માર્યા ગયાનો અંદાજ લગાવ્યો હતો. આમાં સૌથી વધુ 246 કરોડ જેટલા સરીસૃપ બળીને રાખ થઈ ગયા હતા. 14.3 કરોડ પ્રાણીઓ, 18 કરોડ પક્ષીઓ, 5 કરોડ દેડકા સહિત અન્યો આ ભયંકર આગમાં ભડથુ થયા હતા. 

સિડની યુનિવર્સિટી, ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી, ન્યુ કેસલ યુનિવર્સિટી, ચાલ્સ યુનિવર્સિટી અને બકે લાઈફ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ મળીને આ અહેવાલ તૈયાર કર્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જેમ જેમ રેસ્ક્યુ ની પ્રક્રિયા પૂરી થતી ગઈ તેમ તેમ આ  મૃતકોનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું છે. એકવીસમી સદીમાં વિશ્વભરમાં ફાટી નીકળેલા દાવાનળમાં માર્યા ગયેલા સજીવો માં આ આંકડો સૌથી મોટો છે.

 1.14 કરોડ હેક્ટરમાં આ દાવાનળ ફેલાયો હતો. જેની સૌથી વધુ અસર ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યમાં થઈ હતી.આ આગથી જંગલી પશુ પ્રાણીઓને મોટો ફટકો પડ્યો છે. કેટલીક પ્રજાતિઓ તો લુપ્ત થવાને આરે છે. હવે આ તમામ પ્રજાતિની સંખ્યા વધારવા નો પડકાર ઓસ્ટ્રેલિયાની સરકાર અને વૈજ્ઞાનિકો સામે ઊભો થયો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version