ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગષ્ટ 2020
હિંમત ન હારનારની ક્યારેક તો જીત થતી જ હોય છે. એવો જ એક દાખલો હાલ ચર્ચામાં છે. હૈદરાબાદના મોહમ્મદ નુરુદ્દીનએ 51 વર્ષની ઉંમરે 10માની બોર્ડની પરિક્ષા પાસ કરી લીધી છે. તેઓ ગત 33 વર્ષથી સતત નપાસ થતાં હતાં પરંતું તેઓએ હાર નહોતી માની. આ વખતે તેમને કિસ્મતે સાથ આપ્યો છે. આ વર્ષે રાજ્ય સરકારે કોરોના સંક્રમણને કારણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં મોહમ્મદ નરુદ્દીન પણ પાસ થયેલાં વિદ્યાર્થીઓમાંના એક છે.
મીડિયા સાથે વાત કરતા નરુદ્દીન જણાવે છે કે "1987માં પ્રથમ વખત 10માંની પરિક્ષામાં ફેઈલ થયો હતો.. ત્યારથી હું સતત પરિક્ષા આપતો રહ્યો છું. હું અંગ્રેજીમાં નબળો છું એટલે તેમાં હંમેશા ફેઈલ થયો રહ્યો હતો. પરંતુ આ વખતે હું પાસ થઈ ગયો છું કેમ કે કોવિડ 19ના કારણે સરકારે છુટ આપી હતી."
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની અસરના કારણે બોર્ડની પરિક્ષાઓ પર અસર પડી હતી. મહામારીએ એવા સમયે ભારતમાં એન્ટ્રી કરી જ્યારે બોર્ડની પરિક્ષાઓનો સમય હોય છે. જેને કારણે કેટલાય રાજ્યોના બોર્ડના પરિણામોમાં મોડું થયું અને રિઝલ્ટ પણ ઘણું મોડુ આવ્યું હતુ. આવી પરિસ્થિતિ જોતા અનેક રાજ્યોએ નિર્ણય લીધો હતો કે બોર્ડમાં કોઈને નાપાસ ન કરવા. જેમાં ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો તેમાં હૈદરાબાદના મોહમ્મદ નરુદ્દીનનો પણ સમાવેશ થાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com