Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: આઈબ્રો ને જાડી અને ઘટાદાર કરવા અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર

આઈબ્રો જાડી દેખાડવા માટે, કોસ્મેટિક ઉદ્યોગ હંમેશા પેન્સિલથી લઈને જેલ જેવી એવી કેટલીયે વસ્તુઓ વેચતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મેકઅપ સિવાય પણ એવી ટ્રિક્સ છે જે તમને જાડી આઈબ્રો બનાવવામાં મદદ કરી શકે છે! જો તમે તમારી આઈબ્રોને જાડી બનાવવા માંગો છો, તો તમે ઘણા ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. પછી ભલે તમને વાળ ખરવા ની સમસ્યા હોય  અથવા કુદરતી રીતે પાતળી ભમર હોય. તો આવો જાણીયે આવા જ કેટલાક ઘરેલુ ઉપચાર વિશે 

1. ટી ટ્રી ઓઇલ 

નારિયેળના તેલની જેમ ટી ટ્રી ઓઈલ પણ વાળની ​​વૃદ્ધિ અને જાડાઈ માટે સારું માનવામાં આવે છે. આને રોજ તમારી આઈબ્રો પર લગાવો અને આખી રાત રહેવા દો.

2. દિવેલ

એરંડાના તેલમાં એવા ગુણ હોય છે જે વાળના વિકાસમાં ફાયદાકારક સાબિત થાય છે. આ તેલ આઈબ્રો પર લગાવો અને 2-3 મિનિટ મસાજ કરો. અડધા કલાક પછી ધોઈ લો.

3. કુંવરપાઠુ (એલોવેરા ) 

એલોવેરા ત્વચા ના ઉપચાર માટે જાણીતું છે, પરંતુ તે વાળના વિકાસમાં પણ મદદ કરી શકે છે. એલોવેરાના પાનમાંથી જેલ કાઢો અને તેને તમારી આઈબ્રો પર લગાવો. જો તમારે જાડી  ભમર જોઈતી હોય , તો તેને ત્વચા ની અંદર સુધી જવા દો અને તે સુકાય નહિ ત્યાં સુધી રહેવા દો. તેને અઠવાડિયામાં ઘણી વખત લગાવો.

4. ડુંગળીનો રસ

ડુંગળીના રસમાં સલ્ફર જોવા મળે છે, જેનાથી વાળ ઝડપથી વધે છે અને ઘટ્ટ થવામાં મદદ કરે છે. આ માટે એક ડુંગળીનો રસ કાઢીને આઈબ્રો પર લગાવો. થોડી વાર રહેવા દો, જ્યારે જ્યુસ સુકાઈ જાય તો તેને પાણીથી ધોઈ લો.

5. દૂધ

દૂધમાં પ્રોટીનની માત્રા ખૂબ સારી હોય છે, જે તમારા વાળના મૂળ માટે ખોરાકનું કામ કરે છે. મતલબ કે તમે આઈબ્રોના વાળને ઘટ્ટ કરવા માટે દૂધનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં એક ચમચી દૂધ લો અને પછી તેને કોટનની મદદથી આઈબ્રો પર લગાવો. આઈબ્રો પર દૂધ સારી રીતે લગાવો જેથી આ પોષણ દરેક વાળ સુધી પહોંચે. તમે થોડા અઠવાડિયામાં પરિણામ જોશો.

બ્યૂટી ટિપ્સ: વેલેન્ટાઈન ડે ના દિવસે સુંદર દેખાવા માટે અજમાવી જુઓ , આ સરળ મેકઅપ ટિપ્સ; જાણો વિગત

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version