Site icon

કેબિનેટે 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી, સૌથી પહેલા દેશના આ 13 શહેરોમાં શરૂ થશે 5G ઈન્ટરનેટ, જુઓ લિસ્ટ

News Continuous Bureau | Mumbai 

ભારત(India)માં ઇન્ટરનેટની સ્પીડ(Internet speed)ને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર(central Govt) દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ 5G ઇન્ટરનેટ સ્પીડ(5G Internet service)મળશે. કેન્દ્ર સરકારે 5G સ્પેક્ટ્રમની હરાજી(5G spectrum auction) પર મોહર લગાવી દીધી છે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ(Telecommunication Department)ના પ્રસ્તાવ પ્રમાણે હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5જી સર્વિસ(5G service) ઉપલબ્ધ કરાવી શકે છે. સ્પેક્ટ્રમની હરાજીમાં લો(Low)(600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), મીડ(mid) (3300 MHz)અને હાઈ (26 GHz) ફ્રીકવન્સી બેન્ડને સામેલ કરાશે. એવું મનાઈ રહ્યું છે કે મિડ અને હાઈ બેન્ડ સ્પેક્ટ્રમ(High band spectrum)નો ઉપયોગ કરીને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર(Telecom service provider) 5જી સેવા બહાર પાડશે.

Join Our WhatsApp Community

ભારતના 13 શહેરોમાં પ્રારંભિક સ્તરે 5G સેવા પ્રદાન કરવામાં આવશે અને ટૂંક સમયમાં અન્ય શહેરોમાં સેવા શરૂ થશે. DoT દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર- અમદાવાદ,જામનગર, બેંગલુરુ, ચંદીગઢ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, દિલ્હી, પુણે અને મુંબઈ જેવા શહેરોમાં પ્રથમ 5G સેવા શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : ચોથી લહેરના ભણકારા-મુંબઈમાં એક દિવસમાં કોરોનાના જ આવ્યા રેકોર્ડબ્રેક કેસ-જાણો આજના ડરાવનારા આંકડા

દેશમાં 5G ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ત્રણ મોટી પ્રાઈવેટ ટેલિકોમ કંપની ભારતી એરટેલ(Bharati airtel), રિલાયન્સ જિયો(Reliacnce jio) અને વોડાફોન-આઈડિયા કામ કરે છે. આ ત્રણેય કંપનીએ મોબાઈલ એસેસરીઝ બનાવતી કંપની એરિક્સન(Ericsson)અને નોકિયા(Nokia) સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું છે. 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version