Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળામાં લીલી મેથી ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

શિયાળાની ઋતુ એ લીલોતરીઓની ઋતુ છે. આ સિઝનમાં ઘણા પ્રકારના લીલા શાકભાજી આવે છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.લીલી મેથી પણ મોસમી છે. આપણે  આખા વર્ષ દરમિયાન રસોડામાં મસાલા તરીકે મેથી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શિયાળો આવતા જ આપણે લીલી મેથીનો ઉપયોગ શાક , પરાઠા અને થેપલાં બનાવવા માટે કરીએ છીએ. શિયાળાની ખાસ, આ લીલોતરી માત્ર સ્વાદથી જ નહીં પણ સ્વાસ્થ્યના ગુણોથી પણ ભરપૂર છે.મેથીના પાનમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન અને વિટામીન જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. મેથીના સેવનથી વજન નિયંત્રણ અને પાચનક્રિયા સારી રીતે રાખી શકાય છે. તો આવો જાણીએ લીલી મેથી ખાવાના ફાયદા.

પાચનક્રિયાઃ શિયાળાની ઋતુમાં લીલી મેથી ખાવાથી પાચનક્રિયા સારી રાખી શકાય છે. આહારમાં મેથીનું શાક, મેથીના પરાઠાનો સમાવેશ કરવાથી પેટમાં ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

ડાયાબિટીસ: જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે તમારા આહારમાં મેથીની ભાજી અથવા મેથીના પરાઠા, થેપલાં વગેરેનો સમાવેશ કરી શકો છો. ઠંડીમાં લીલી મેથી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે.

સાંધાનો દુખાવો: મેથીમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણો હોય છે, જે સંધિવાના સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. મેથીનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવી શકાય છે.

સ્વાસ્થ્ય જાણકારી: વજન ઘટાડવા માટે, સવારના નાસ્તામાં આ વસ્તુઓ ને કરો ચોક્કસપણે સામેલ

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version