Site icon

સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં આ રીતે કરો પાન નું સેવન; જાણો તેના આયુર્વેદિક ફાયદા વિશે

News Continuous Bureau | Mumbai

ભારતીય સંસ્કૃતિમાં પાનની મહત્વની ભૂમિકા છે. ધાર્મિક વિધિ, લગ્ન અને પૂજામાં તેને શુભ માનવામાં આવે છે. હૃદયના આકારના પાનનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ છે, જે છઠ્ઠી સદીના છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન દેવો અને અસુરો દ્વારા સમુદ્ર મંથનમાંથી જે વસ્તુઓ બહાર આવી હતી તેમાંથી એક પાન પણ હતું.પાન તેના સુગંધિત અને સ્વાદને કારણે પરંપરાગત રીતે જમ્યા પછી ખાવામાં આવે છે. જે કુદરતી માઉથ ફ્રેશનર તરીકે પણ કામ કરે છે. પાન એટલું જ પ્રખ્યાત નથી થયું, આયુર્વેદ મુજબ પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેને ખાવાના ઘણા ફાયદા છે. આયુર્વેદમાં પાન ના  ઘણા ઉપચારાત્મક સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પાનમાં માત્ર શૂન્ય કેલરી જ નથી હોતી પણ તેમાં પાણીની માત્રા પણ સારી હોય છે. તેમાં ચરબીનું પ્રમાણ પણ ઓછું હોય છે અને તેમાં થોડી માત્રામાં પ્રોટીન હોય છે. તે આયોડિન, પોટેશિયમ, વિટામિન A, વિટામિન B1, વિટામિન B2 અને નિકોટિનિક એસિડ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

1. પાન ના ફાયદા

પાનનો ઉપયોગ ઉધરસ, અસ્થમા, માથાનો દુખાવો, નાસિકા પ્રદાહ, સાંધાનો દુખાવો, મંદાગ્નિ વગેરે માટે થાય છે. તેનાથી દુખાવો, બળતરા અને સોજામાં રાહત મળે છે. કફના વિકારમાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. પાનમાં વિટામિન-સી, થાઇમીન, નિયાસિન, રિબોફ્લેવિન અને કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે કેલ્શિયમનો ઉચ્ચ સ્ત્રોત પણ છે.ઉનાળામાં પાન ખાવું સારું છે. પાનની તાસીર ગરમ હોય છે, પરંતુ જો તમે તેને ગુલકંદ, નારિયેળ અને વરિયાળી મિક્સ કરીને ખાઓ તો તે ઠંડુ થઈ જાય છે. જો તમને પાન ચાવવાનું પસંદ નથી, પરંતુ તમે હજુ પણ તેના સ્વાદ અને ફાયદાઓ લેવા માંગતા હોવ તો તેને આ રીતે બનાવો.

2. પાન શોટ બનાવવા માટે તમને જોઈશે 4 પાન, 4 ચમચી ગુલકંદ, 1 ચમચી વરિયાળી ,1 ચમચી છીણેલું નારિયેળ, 

એક ચમચી ખાંડ અને એક ક્વાર્ટર કપ પાણી. હવે સૌ પ્રથમ પાનને મિક્સરમાં નાંખો. ત્યારબાદ પાણી સિવાય બધું ઉમેરો અને થોડી સેકંડ માટે બ્લેન્ડ કરો પછી તેમાં પાણી ઉમેરો અને તે સ્મૂધ ન થાય ત્યાં સુધી તેને બ્લેન્ડ કરો.તમારો પાન શોટ તૈયાર છે. 

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: પાચન થી લઈને માથાનો દુખાવો દૂર કરવા સુધી, ફુદીનો આપે છે ઘણી સમસ્યાઓ થી રાહત; જાણો તેનાથી થતા લાભ વિશે

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version