Site icon News Continuous Bureau

ખરેખર શરમજનક : મુકેશ અંબાણીના ઘરની નીચે જે ગાડીમાં વિસ્ફોટક મળ્યા. તેને ખુદ પોલીસની ગાડી જ એસ્કોર્ટ કરી રહી હતી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

મહારાષ્ટ્રમાં પોલીસની વર્દી વધુ એક વખત બદનામ થઈ છે. એનઆઈએની તપાસમાં જે વાસ્તવિકતા સામે આવી છે તે સાંભળીને તમે ચોંકી જશો.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા ની નીચે જે ગાડી માં વિસ્ફોટકો ભરેલા હતા તે ગાડી સુરક્ષિત રીતે એન્ટિલિયા ની નીચે પહોંચી જાય તે માટે ખુદ પોલીસ વિભાગની ગાડી તેને એસ્કોર્ટ કરી રહી હતી.

આટલું જ નહીં ક્રાઇમ બ્રાન્ચની જે ગાડી વિસ્ફોટકોથી ભરેલી ગાડી ને એસકોર્ટ કરી રહી હતી તેમાં ખુદ સચિન વાઝે મોજુદ હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ગાડીને સચિન વઝે નો વિશ્વાસુ માણસ ચલાવી રહ્યો હતો.

હવે પોલીસ પાસે જે પુરાવા મળ્યા છે તેનાથી સાબિત થયું છે કે પીપીઇ કીટ પહેરીને જે વ્યક્તિ એન્ટિલિયા નીચે દેખાયો હતો તે વ્યક્તિ સચિન પોતે હતો. આ ઉપરાંત તેણે પીપીઇ કિટને નષ્ટ કરી નાખી છે. પરંતુ પીપીઇ કીટ ની અંદર તેણે જે વસ્ત્રો પહેર્યા હતા તે વસ્ત્રો એનઆઈએને મળી ગયા છે.

આમ હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પોલીસ વિભાગના કર્મચારી એ પોતે જ વિસ્ફોટકો મુકેશ અંબાણીના ઘરની નીચે મુક્યા હતા.

Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
Exit mobile version