Site icon

લ્યો કરો વાત- બીચ પર ગુમ થયેલી પત્નીને શોધવા પતિએ ખર્ચ્યા એક કરોડ- પણ સત્ય સામે આવ્યું ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઇ

News Continuous Bureau | Mumbai

આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના વિશાખાપટ્ટનમ(Visakhapatnam)માં બે દિવસ પહેલા ગુમ થયેલી પરિણીત મહિલા મામલે નવો ટિ્‌વસ્ટ સામે આવ્યો છે. આ મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે નેલ્લૂર(Nellore)માં ફરતી જોવા મળી હતી. ભારતીય નૌસેના(Indian Navy) અને તટરક્ષક બળે ગુમ મહિલા દરિયામાં ડુબવાની આશંકાને કારણે ૩૬ કલાક ઓપરેશન(Operation) ચલાવ્યું હતું અને તેને શોધ કરવામાં લગભગ એક કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા. ગુમ મહિલા(Missing Women)ની શોધ માટે એક હેલિકોપ્ટર અને ૩ જહાજ લગાવ્યા હતા.

Join Our WhatsApp Community

૨૩ વર્ષની પરિણીત મહિલા સાઇ પ્રિયા વિશાખાપટ્ટનમના આરકે બીચ(RK beach) પર પતિ શ્રીનિવાસ સાથે પોતાની મેરેજ એનિવર્સરી(Marriage anniversary) મનાવવા ગઇ હતી. આ દરમિયાન કપલે પહેલા સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા હતા અને પછી દરિયા કિનારે ગયા હતા. દરિયા કિનારે(Beach) પોત-પોતાના મોબાઇલથી બન્નેએ ફોટો પાડ્યા હતા અને વીડિયો પણ બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે ફરીથી વધાર્યો ઈન્ટરનેટ નો પારો-મોનોકીની ડ્રેસ પર જાળીદાર દોરડું લપેટીને મુંબઈના રસ્તા પર મળી જોવા-જુઓ ફોટોગ્રાફ્સ

આ દરમિયાન પતિને કોઈ કોલ આવ્યો હતો અને તે વાતમાં મશગુલ બની ગયો હતો. તેની પત્ની પોતાના મોબાઇલથી સેલ્ફી લઇ રહી હતી. આ પછી જ્યારે પતિની કોલ પર વાતચીત પૂરી થઈ તો તેણે પત્નીને ઘણી શોધી હતી. જોકે તે મળી આવી ન હતી. તેને ફોન પણ કર્યો હતો પણ કોઈ સફળતા મળી ન હતી. આ પછી પરેશાન પતિએ પત્નીની શોધ માટે સ્થાનીય થ્રી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પતિએ પોતાના પરિવારજનો અને સાસરિયામાં પણ જાણ કરી હતી. 

પોલીસે આશંકા વ્યક્ત કરી કે મહિલા દરિયામાં તણાઈ ગઈ હશે. આ જોતાં પોલીસે ભારતીય નૌસેના અને તટરક્ષક બળની મદદ લીધી હતી. દરિયાની અંદર શોધ કરવા માટે માછીમારો અને તરવૈયાની મદદ લીધી હતી. મહિલાને શોધવા માટે નૌસેનાએ ૩ જહાજ અને એક હેલિકોપ્ટર લગાવ્યું હતું. જોકે તે મળી આવી ન હતી. 

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ જગત માંથી આવ્યા ખરાબ સમાચાર-આ જાણીતા ગુજરાતી અભિનેતા નું 65 વર્ષ ની ઉંમરે થયું નિધન-ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર

દરમિયાન આ કહાનીમાં અચાનક નવો મોડ આવ્યો છે. પરિણીત મહિલાએ પોતાની માતાને ટેક્સ મેસેજ દ્વારા પોતાના સ્થળની જાણકારી આપી હતી અને જણાવ્યું કે તે પોતાના પ્રેમી રવિ સાથે નેલ્લૂર ભાગી ગઈ છે. સાથે પોતાના પરિવારને પોતાના પ્રેમી સામે કોઇ કાર્યવાહી ના કરવાની વિનંતી કરી હતી.

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version