યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. બાબા રામદેવે ડૉક્ટર્સ વિરુદ્ધ કરેલી ટિપ્પણીએ હવે ઘમાસાણરૂપ લઈ લીધું છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા બાબા રામદેવને તેમણે કરેલા નિવેદન બદલ લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
આજે દેશ સહિત રાજ્યભરમાં રામદેવ બાબા વિરુદ્ધ બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો.
ફેડરેશન ઓફ રેસિડન્ટ ડૉક્ટર્સ અને જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિવાદ ભડકતા બાબા રામદેવે કહ્યું હતું કે અમે એલોપથી કે એલોપથી ડોક્ટર્સની વિરોધમાં નથી. અમારું અભિયાન ડ્રગ માફિયાઓની વિરુદ્ધમાં છે.
મોદી સરકારના આ મહત્વપૂર્ણ મંત્રી ની તબિયત ખરાબ થતા એઇમ્સ માં દાખલ. જાણો વિગત…