Site icon

બ્યૂટી ટિપ્સ-ઉનાળામાં ત્વચા ને લગતા પ્રોબ્લેમ ને કહો ગુડ બાય-ચંદન લગાવવાથી થશે ઘણી સમસ્યાઓ દૂર

 News Continuous Bureau | Mumbai

ઉનાળામાં આપણને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં ત્વચા પર ફોલ્લીઓ, લાલાશ, ખીલ થવાની શક્યતાઓ વધુ રહે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ પોતાની ત્વચાને ગરમીથી સુરક્ષિત રાખવા માટે અલગ-અલગ ઉપાય અજમાવતો હોય છે. કેટલાક લોકો કૂલિંગ થેરાપી (cooling therapy)લે છે, જ્યારે કેટલાક કૂલિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ચંદન (sandal wood)લગાવવું સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં રહેલા ગુણો ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે, સાથે જ ત્વચાને ઠંડક પણ આપે છે. ચંદન ન માત્ર ત્વચાને કોમળ અને ચમકદાર બનાવે છે પરંતુ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનું સમાધાન પણ કરે છે. આવો જાણીએ ચંદન લગાવવાથી થતા ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. ખીલ અને પિમ્પલ્સથી મેળવો છુટકારો – ચંદનની પેસ્ટ (sandalwood paste) ચહેરા પરથી ખીલ અને પિમ્પલ્સ (pimples)દૂર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, ચંદનની પેસ્ટ ખીલને કારણે ચહેરા પરના સોજા પર પણ અસર દર્શાવે છે.

2. ત્વચાને થતા નુકસાનથી બચાવે છે – તીવ્ર સૂર્યપ્રકાશને કારણે, ત્વચાને નુકસાન થાય છે અને કાળી થવા લાગે છે. કેટલીકવાર પિમ્પલ્સ દૂર થઈ જાય છે પરંતુ તેમના હઠીલા ફોલ્લીઓ રહે છે. આવી સ્થિતિમાં ચંદન ચમત્કારિક અસર દર્શાવે છે. આ માટે ચંદનના પાવડરમાં (sandalwood powder)એક ચપટી હળદર(turmaric) અને થોડું દૂધ (milk)ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તેને લગાવો અને સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ લો.

3. ટેનિંગ માટે – પ્રબળ સૂર્યપ્રકાશને કારણે ટેનિંગની (tening problem) સમસ્યા સામાન્ય છે. આવી સ્થિતિમાં ચંદનની પેસ્ટ(sandalwood paste) લગાવવી ફાયદાકારક છે કારણ કે તે ટેનિંગને અટકાવે છે. ચંદનમાં ટેનિંગ વિરોધી ગુણ હોય છે, જે ત્વચાને ટેનિંગથી બચાવે છે. આ માટે ચંદન પાવડર, મધ, લીંબુનો રસ અને દહીં મિક્સ કરો. હવે આ પેસ્ટને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો.

4. ત્વચાને હાઈડ્રેટ રાખો – હાઈડ્રેટ(hydrate)ન થવાને કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. ચંદનમાં મળતું તેલ ત્વચાની શુષ્કતા દૂર કરે છે. આ માટે ચંદનના પાવડરમાં બે ચમચી ગુલાબજળ (rose water)મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને લગાવો.

5. એજિંગ ના  સંકેતો ઘટાડે છે – ચંદનમાં વૃદ્ધત્વ(aging) વિરોધી ગુણો હોય છે, જે ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. ચહેરા પરની કરચલીઓ અને ઝીણી રેખાઓથી છુટકારો મેળવવા માટે ચંદનની પેસ્ટ (sandalwood paste)ફાયદાકારક છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- સ્વચ્છ અને સ્વસ્થ ત્વચા જાળવી રાખવા આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગ જાણો તેના લાભ વિશે

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version