ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
મુંબઈ શહેરમાં હાલ એક વેક્સિનેશન ટોળકી સક્રિય થઇ છે. આ ટોળકી નું કામ છે લોકોને ટેલિફોન કરવા અને તેમને જણાવું કે તમારું વેક્સિનેશન માટેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા બાકી રહી છે આથી તમને ઓટીપી પાઠવવામાં આવે છે જે સિસ્ટમમાં દાખલ કરો અને વેક્સિનેશન લો. ત્યારબાદ મીઠી મીઠી વાતોમાં ફસાવીને તમારી પાસે ઓટીપી માગવામાં આવે છે.
લોકોના અજ્ઞાનને કપૂર ના ભાવ વધાર્યા : બમણી થઈ ગઈ કિંમત.
બસ!! એકવાર ઓટીપી તેમના હાથમાં ગયો એટલે તમારો બેન્ક એકાઉન્ટ સફાચટ. આ સમગ્ર વિષય સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ લાલબત્તી ધરી છે. પ્રશાસન નું કહેવું છે કે વેક્સિનેશન માટે કોઈપણ પ્રકારનો ફોન કરવામાં આવતો નથી. આથી કોઈપણ વ્યક્તિએ પોતાનો ઓટીપી બીજાને આપવો નહીં. જોકે આ ખબર લખાતા સુધી અનેક લોકો સપડાઈ ગયા છે.