Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સસરાના ઘર પર બુલડોઝર ચલાવવાનો કિસ્સો કહ્યો; જાણો એ કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિર્માણકાર્ય શરૂ છે. આ કામની તપાસ ગઈ કાલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. દરમિયાન તેઓ હરિયાણાના સોહનાના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેમણે રસ્તા અને એક્સપ્રેસવે સાથે જોડાયેલાં કાર્યો વિશે વાત કરી હતી. વાત વાતમાં નીતિન ગડકરીએ  પોતાના સસરાના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું એ કિસ્સો કહ્યો હતો.

Join Our WhatsApp Channel

મહિલા રસીકરણ મોહિમ  એ રંગ રાખ્યો : મુંબઈ શહેરમાં એક દિવસમાં આટલી સ્ત્રીઓનું રસીકરણ થયું.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જ્યારે તેમનાં લગ્ન થયાં હતાં એ સમયે તેમના સસરાનું ઘર રસ્તાની વચમાં આવી રહ્યું હતું. એને લીધે ટ્રાફિકની સમસ્યાથી લોકોને હેરાનગતિ થતી હતી. રસ્તાના નિર્માણનું કાર્ય આવશ્યક થઈ ગયું હતું. એવામાં તેમણે પત્નીને કહ્યા વગર જ સસરાના ઘર પર બુલડોઝર ચલાવી નાખ્યું.  પછી ત્યાં રસ્તો બનાવ્યો અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી હંમેશાં માટે છુટકારો મળી ગયો.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version