Site icon

હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાંના સ્થાનિક શિવકુમાર પાસે બિપિન રાવતે પાણી માંગ્યું હતું પરંતુ તે આપી ન શક્યા. જાણો છેલ્લા બિપીન રાવતના પળોની કહાની….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર
શિવકુમારે દુઃખદ ઘટનાને યાદ કરતા કહ્યું કે અમે ત્યાં દોડી જઈને ત્રણમાંથી બે લોકોને જીવતા શોધી કાઢ્યા. મેં પ્રથમ વ્યક્તિ સાથે વાત કરી અને તેને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો કે તે ઠીક થઈ જશે. અમે જે બીજા વ્યક્તિને જાેયા તે બિપિન રાવત હતા. તે શરીરના નીચેના ભાગે ૬૦ ટકા દાઝી ગયેલી ઇજાઓ સાથે હતા. ચહેરા પર નાની ઈજા હતી. તેણે મારી તરફ જાેયું અને મેં જે કહ્યું તે સાંભળ્યું. અમે પોલીસ અને એમ્બ્યુલન્સને માહિતિ આપી હતી અને તેઓ ઝડપથી પહોંચી ગયા હતા.  તેમણે કહ્યું કે કુન્નુરના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અન્ય ગ્રામજનો સાથે પહેલા સ્થળ પર પહોંચ્યા. તેઓ તમામ ઘાયલ લોકોને ધાબળાથી ઢાંકેલા દોરડા પર લઈ ગયા કારણ કે શરૂઆતમાં અમારી પાસે સ્ટ્રેચર નહોતા.  લગભગ ત્રણ કલાક પછી સેનાના એક ઉચ્ચ અધિકારીએ શિવકુમારના ખભાને થપથપાવતા તેમનો આભાર માન્યો. આ અધિકારીએ જ તેમને કહ્યું કે તેઓ જેની સાથે વાત કરે છે તે વ્યક્તિ જનરલ બિપિન રાવત છે, અને તેમને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો ફોટો બતાવ્યો. શિવકુમારે આંસુ સારતા કહ્યું કે હું માની શકતો ન હતો કે તે ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ હતા અને હું તેમના માટે પાણી પણ ન મેળવી શક્યો. હું આખી રાત સૂઈ શક્યો નહીં કારણ કે હું એ માણસ માટે પાણી મેળવી શક્યો નથી જેણે દેશ માટે આટલું કર્યુંતામિલનાડુમાં કુન્નુરના કટ્ટેરી પાર્કમાં આવેલા નંજપ્પનચાથિરમના રહેવાસીઓ બુધવારે જે ઘટનાઓ જાેઈ હતી તેના પર હજુ પણ અવિશ્વાસની સ્થિતિમાં છે. સુલુર ૈંછહ્લ એરબેઝથી વેલિંગ્ટન જવાના રસ્તે ભારતીય વાયુસેનાનું સ્ૈ-૧૭ફ૫ હેલિકોપ્ટર ક્રેશ થતાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત ૧૩ લોકોનાં મોત થયાં હતાં.  કુન્નુરના ઈન્દિરાનગરના વતની શિવકુમારે જણાવ્યું કે  “મને ખબર ન હતી કે તે ઝ્રડ્ઢજી બિપિન રાવત છે જ્યારે અમે તેને અકસ્માત સ્થળ પરથી ખસેડી રહ્યા હતા. તેમણે મને ‘થોડું પાણી આપો કૃપા કરીને’ એમ પૂછ્યું. તે મને સાંભળી શક્યા અને મારા શબ્દો પર પ્રતિક્રિયા આપી. હું પાણી લાવી શક્યો નહીં કારણ કે મારે તે મેળવવા માટે લગભગ સો મીટર પાછળ જવું પડે તેમ હતું અને મારે તેમને હોસ્પિટલ લઈ જવા મહત્વપૂર્ણ હતા. શિવકુમાર એ છે કે જે બાંધકામ કામદાર છે અને તેણે દાવો કર્યો હતો કે તેમણે જનરલને જીવતા જાેયા હતા.  શિવકુમારે સીડીએસ બિપિન રાવતની છેલ્લી ક્ષણો જણાવતા કહ્યું કે જ્યારે મેં તેમને જાેયા ત્યારે તે જીવતા હતા. મારા સંબંધીઓએ તેમને (બિપિન રાવત) ક્રેશ સ્થળથી ૬૦ મીટર દૂર શોધી કાઢ્યા. તેમને ખાતરી આપવા માટે કહ્યું કે અમે રેસ્ક્યૂ ટીમમાંથી છીએ, ચિંતા કરશો નહીં, તમે ઠીક થઈ જશો. તેમણે મારી તરફ જાેયું. હું સમજી શકતો હતો કે તેમણે મેં જે કહ્યું તે સાંભળ્યું.  હું કટ્ટેરીથી ૨ કિમી દૂર ઈન્દિરાનગરમાં રહું છું જ્યાં અકસ્માત થયો હતો. જ્યારે હું બુધવારે કામ પર જવાનો હતો, ત્યારે લગભગ ૧૧.૫૫ વાગ્યે મને કાટેરીમાં રહેતા મારા પિતરાઈ ભાઈનો ફોન આવ્યો કે હેલિકોપ્ટર ઝાડ સાથે અથડાયું અને આગ લાગી. હું તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ૧૨.૦૫ વાગ્યે ત્યાં પહોંચ્યો હતો. થોડીક સેકન્ડો પછી અમે એક માણસને સળગતો જાેયો, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. અમે હેલિકોપ્ટરની નજીક જઈ શક્યા ન હતા કારણ કે જ્વાળાઓ લગભગ ૨૦ મીટર ઉંચી હતી. તે પછી, અકસ્માતના સાક્ષી બનેલા લોકો દ્વારા મને કહેવામાં આવ્યું કે તેઓએ જંગલ વિસ્તારની નજીક સળગતા કેટલાક માણસોને કૂદતા જાેયા છે.

મુંબઈમાં ઓમીક્રોન વાયરસના વધુ ત્રણ દર્દીઓ મળી આવ્યા. કુલ સંખ્યા પાંચ થઈ. મહાનગરપાલિકા ચિંતીત.
 

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version