Site icon

સ્વાસ્થ્ય જાણકારી: બાળકો દૂધ પીવા માં કરે છે નાટક તો, આ ખાદ્ય પદાર્થોથી કરો તેમની કેલ્શિયમ ની કમી ને દૂર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બાળકો માટે દૂધ પીવામાં ઘણું નાટક કરતા હોય છે. જેના કારણે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે, જે તેમના શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષણ છે. અને તે માત્ર બાળકો જ નહીં પરંતુ કેટલીકવાર પુખ્ત વયના લોકો પણ આ કરે છે. તો આજના લેખ માં આપણે એવી જ કેટલીક કેલ્શિયમથી ભરપૂર ખાદ્યપદાર્થો વિશે જાણીશું જે દૂધ ન પીતા લોકોએ ખાવું જ જોઈએ.

બ્રોકોલી   

એક કપ બ્રોકોલીમાં 87 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેથી જો તમે દરરોજ કોઈને કોઈ સ્વરૂપે બ્રોકોલીનું સેવન કરો છો, તો કેલ્શિયમના પુરવઠાની સાથે તે તમને મૂત્રાશય, સ્તન, કોલોન, લીવર અને પેટના કેન્સરથી પણ બચાવે છે. તમે બાળકોને બ્રોકોલી ઘણી રીતે ખવડાવી શકો છો જેમ કે પુલાવ, સૂપ, કબાબ, સ્ટિર ફ્રાય વગેરે.

સફેદ તલ

સફેદ તલની એક ચમચીમાં લગભગ 88 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેની સાથે જ તેમાં ઝિંક અને કોપર જેવા પોષણ પણ હોય છે. તેથી તલના લાડુ બનાવીને બાળકોને ખવડાવી શકાય છે. નાસ્તા વગેરે ઉપર સર્વ કરી શકાય છે.

સૂર્યમુખીના બીજ

બાળકોથી લઈને પુખ્ત વયના લોકો માટે બીજનું સેવન ફાયદાકારક છે. એક કપ સૂર્યમુખીના બીજમાં 109 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે, તેમજ તેમાં મેગ્નેશિયમની નોંધપાત્ર માત્રા હોય છે. તેથી તેને આમ જ પણ ખાઈ શકાય છે.

ટોફુ

ટોફુ દેખાવમાં પનીર જેવું જ છે પરંતુ પનીર કરતાં નરમ છે. 100 ગ્રામ ટોફુમાં 680 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. તેને કાચું ખાઓ કે હલકું તળી લો, બંને રીતે ફાયદાકારક છે. ફક્ત ધ્યાન એ રાખો કે તેને વધારે રાંધવાની જરૂર નથી. તેને રોલ, સેન્ડવીચ, ટિક્કા જેવી ઘણી રીતે સર્વ કરી શકાય છે.

બદામ

જે લોકો દૂધ નથી પીતા તેમણે કેલ્શિયમની પૂર્તિ માટે બદામ ખાવી જોઈએ કારણ કે 100 ગ્રામ બદામમાં 60 મિલિગ્રામ કેલ્શિયમ અને મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે જે શરીર ના વિકાસ માટે જરૂરી છે.

સ્વાસ્થ્ય જાણકારી: શિયાળામાં આ રીતે કરો આમળાનું સેવન, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version