Site icon News Continuous Bureau | Mumbai

સંભાળજો! ગરમી સહન નહીં થતા જમીનથી બહાર આવી રહ્યા છે સરિસૃપ પ્રાણીઓ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર.

ઓક્ટોબર મહિનામાં વરસાદી માહોલ રહેતા વાતાવરણ ઠંડુ રહ્યું હતું. હવે નવેમ્બર મહિનામાં ઠંડીન બદલે ઓક્ટોબર હિટનો અનુભવ થઈ રહ્યો છે. તેમાં પણ જમીનની અંદર રહેતા સરિસૃપ પ્રાણીઓને ગરમી સહન નહીં થતા તેઓ જમીનની બહાર નીકળી રહ્યાં છે. મુલુંડ અને થાણેના જંગલ પરિસરની નજીક આવેલા રેસિડેન્શિયલ વિસ્તારમાં સર્પડંખના બનાવ વધી ગયા છે. થાણેમાં સ્કૂટીમાં કોબ્રો તો મુલુંડમાં ગાડીના બંપરમાં દસ ફૂટનો અજગર મળી આવ્યો છે.

ગુરુવારે દિવસના થાણેના લોકમાન્ય નગરમાં સ્કૂટીમાં અઢી ફૂટનો ક્રોબા સાપ મળી આવ્યો હતો.  વપરાયા વગરની આ સ્કૂટી પડી રહી હતી. ડરના માર્યા લોકોએ તેને ભગાવવા તેને મારવાનું ચાલુ કર્યું છે. છેવટે કોઈએ રેસકિંગ અસોસિયેશન ઓફ વાઈલ્ડલાઈફ વેલફેર (રો)નામની પ્રાણી સંસ્થાને ફોન કરીને બોલાવી હતી. તેઓએ કોબ્રાને બચાવીને લઈ ગયા હતા.

ગુરુવારે મધરાતે બીજો બનાવ મુલુંડના સિલ્વર બેલ્સ સોસાયટીમાં બન્યો હતો. જયાં કારના બંપરમાંથી અજગર મળી આવ્યો હતો. રહેવાસીઓએ રાતના રો સંસ્થાને ફોન કરીને બોલાવ્યા હતા. વીસ કિલોના અજગને મહામહેનતે બહાર કાઢવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

9 નવેમ્બરથી Google એકાઉન્ટમાં login કરવા માટે આ પદ્ધતિ અનુસરવી પડશે; નહીં તો login નહીં થાય; જાણો વિગતવાર પદ્ધતિ

પર્યાવરણ નિષ્ણાતોના કહેવા મુજબ ઓક્ટોબર હિટની અસર હવે જણાઈ રહી છે. તેથી સરિસૃપ પ્રાણીઓને જમીનની અંદરની ગરમી સહન થતી નથી. તેથી ઠંડક મેળવવા તેઓ બહાર નીકળતા હોય છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version