Site icon

આ સ્ટૅન્ડ-અપ કૉમેડિયને તેના ટી-શર્ટ પર છપાવ્યું રસીકરણનું પ્રમાણપત્ર, કારણ જાણીને તમે પણ કહેશો વ્હૉટ ઍન આઇડિયા સરજી! જુઓ ફોટો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે. એને પગલે સરકાર દ્વારા કેટલાંક સ્થળોએ કોરોનાના પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. મુંબઈમાં આગામી 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં સામાન્ય જનતા મુસાફરી કરી શકશે. જોકે રસીના બંને ડોઝ મેળવેલ લોકો જ મુસાફરી કરી શકશે અને હવે આ માટે પ્રમાણપત્રની જરૂર પડશે. એ જ સમયે ઍરપૉર્ટ પર અને અન્ય સ્થળોએ પણ કોરોનાનો નેગેટિવ રિપૉર્ટ અથવા રસીકરણનું પ્રમાણપત્ર માગવામાં આવી રહ્યું છે. વારંવાર રસીકરણનું પ્રમાણપત્ર બતાવીને કંટાળી ગયેલી એક વ્યક્તિએ હવે પોતાના ટી-શર્ટ પર જ આ પ્રમાણપત્ર છપાવી દીધું છે.

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અતુલ ખત્રીએ આવું ટી-શર્ટ પહેરેલો તેનો ફોટો ટ્વીટ કર્યો છે. સફેદ ટી-શર્ટમાં ખત્રીનો ફોટો ચર્ચાનો વિષય  બની ગયો છે. અતુલ ખત્રીએ પહેરેલા ટી-શર્ટ પર વેક્સિનેશનનું સર્ટિફિકેટ  છપાયેલું છે. આ વિચાર કેવી રીતે આવ્યો એ અંગે એક ટ્વીટમાં તેણે કહ્યું કે કામ અને મુસાફરી હવે શરૂ થઈ ગઈ છે. ઍરપૉર્ટ અને હૉટેલમાં વારંવાર કોરોના રસીકરણનાં પ્રમાણપત્રો બતાવવાં પડે છે, એથી હું કંટાળી ગયો હતો અને મને આ વિચાર આવ્યો હતો.

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ઉત્તર અમેરિકન દેશએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો.. જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જાહેરાત કરી હતી કે જે મુસાફરોએ રસીના બંને ડોઝ લીધા છે અને બીજા ડોઝ લીધાના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે તેમને 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Exit mobile version